વહાબે ફેંક્યો ક્રિકેટ ઈતિહાસનો સૌથી ખતરનાક નો-બોલ, વીડિયો વાયરલ

PC: livehindustan.com

પાકિસ્તાની ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર હાલ મજાંસી સુપર લીગ (MSL)માં રમી રહ્યો છે. કેપ ટાઉન બ્લિટ્સ ટીમ માટે રિયાઝ આ T-20 લીગમાં રમી રહ્યો છે. લીગની 22મી મેચમાં વહાબે એક એવો બોલ ફેંક્યો, જેને જોઈને તમે પણ દંગ રહી જશો. વહાબની યૉર્કર બોલને રોએલ્ફ વન ડર મર્વ સમજી ના શક્યો અને તેના બંને સ્ટંપ્સ ઉડી ગયા, પરંતુ આ બોલ નો-બોલ નીકળી હતી. ક્રિકેટ ઈતિહાસની આ સૌથી ખતરનાક નો-બોલમાંથી એક છે. કેપ ટાઉન બ્લિટ્સ અને ટીશ્વાને સ્પાર્ટન્સની વચ્ચે રમાયેલી મેચમાં આ ઘટના બની હતી.

જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. વહાબની એક ઓવરની ચોથી બોલ પર મર્વ ક્લીન બોલ્ડ થયો. યોર્કર બોલ એટલી સચોટ હતી કે મિડલ અને ઓફ સ્ટંપ્સ બંને જ ઉડી ગયા. આ બોલ જો લીગલ ડિલીવરી હોત તો આ ટૂર્નામેન્ટની તે બેસ્ટ બોલ બની શકી હોત, પરંતુ જે બોલ પર કેપ ટાઉન બ્લિટ્સને વિકેટ મળવી જોઈતી હતી, તે બોલ પર ટીશ્વાને સ્પાર્ટન્સને ફ્રી હિટ મળી ગઈ.

 
 
 
View this post on Instagram

Best no ball ever

A post shared by cricket Videos (@cricket.latest.videos) on

આ મેચમાં કેપ ટાઉન બ્લિટ્સે 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જવાબમાં ટીશ્વાને સ્પાર્ટન્સની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ પર 142 રન જ બનાવી શકી હતી. આ રીતે કેપ ટાઉન બ્લિટ્સે 15 રનથી આ મેચ જીતી લીધી હતી. વહાબે આ મેચમાં 3 ઓવરમાં 18 રન આપ્યા હતા અને 2 વિકેટ લીધી હતી. જ્યારે કેપ ટાઉન બ્લિટ્સ તરફથી ડેલ સ્ટેને 4 ઓવરમાં 10 રન આપીને 3 વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp