મોહમ્મદ સિરાજે પકડ્યો એવો કેચ કે ફેન્સ પણ અચંબિત, જુઓ વીડિયો

PC: hindustantimes.com

મોહમ્મદ સિરાજે વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ડોમિનિકા ટેસ્ટ મેચના પહેલા દિવસે લંચ બ્રેક અગાઉ અંતિમ બૉલ પર જર્મન બ્લેકવુડને પોવેલિયન મોકલવા માટે હવામાં ઉડતા એક અસાધારણ કેચ પકડ્યો હતો. આ બૉલ રવીન્દ્ર જાડેજાએ ફેક્યો હતો અને મોહમ્મદ સિરાજે અસંભવને સંભવ કરી દેખાડ્યું. વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આ નિર્ણય યોગ્ય સાબિત ન થયો. વેસ્ટ ઇન્ડીઝે પહેલા સેશનમાં (લંચ અગાઉ) 68 રન પર જ 4 વિકેટ ગુમાવી દીધી હતી.

ખૂબ જ ખતરનાક અને સારી બોલિંગ કરવા છતા મોહમ્મદ સિરાજ નવા બૉલથી વિકેટ લેવામાં સફળ ન થઈ શક્યો, પરંતુ તેણે એક એવો કેચ પકડ્યો જેને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. રવીન્દ્ર જાડેજા જ્યારે 28મી ઓવર કરવા આવ્યો, તો ભારતીય ફાસ્ટ બોલર મિડ ઓફ પર ઊભો હતો. રવીન્દ્ર જાડેજાના ઓફ સ્ટમ્પથી બહાર જતા બૉલને જર્મન બ્લેકવુડે ડ્રાઈવ કરવાનો પ્રયાસ કર્યો. બૉલ મિડઓફ પર ફિલ્ડિંગ કરી રહેલા મોહમ્મદ સિરાજની ઉપરની નીકળતો દેખાયો, પરંતુ ભારતીય બોલરે શાનદાર સ્ફુર્તી દેખાડી.

મોહમ્મદ સિરાજે જમણા હાથ તરફ હવામાં છલાંગ લગાવી અને બૉલ જમીન પર પડે એ અગાઉ જ ડાબા હાથથી શાનદાર કેચ પકડી લીધો. મોહમ્મદ સિરાજને આ પ્રકારે કેચ પકડતો જોઈને ક્રિકેટ ફેન્સને પણ વિશ્વાસ ન થયો. કમેન્ટેટર્સ પણ મોહમ્મદ સિરાજની ફિલ્ડિંગના વખાણ કરતા નજરે પડ્યા. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આ ટેસ્ટ, વન-ડે અને T20 સીરિઝની લાઈવ સ્ટ્રીમિંગનો અધિકાર ફેન કોડ પાસે છે. તેણે મોહમ્મદ સિરાજના કેચવાળા વીડિયોને ટ્વીટર પર પોસ્ટ કર્યો છે.

તેણે લખ્યું કે, ‘મિયાભાઈની ડેરિંગ’ (મિયાભાઈનું સાહસ) તેણે સરપ્રાઇઝવાળી ઇમોજી પણ પોસ્ટ કરી છે. મોહમ્મદ સિરાજ જ્યારે કેચ લીધા બાદ જમીન પર સૂઇ ગયો તો લાગ્યું કે તે ઇજાગ્રસ્ત થઈ ગયો હશે, પરંતુ લંચ માટે મેડન બહાર નીકળતા તેના ચહેરા પર હાસ્ય હતું. જર્મન બ્લેકવુડ 34 બૉલમાં 14 રન બનાવીને આઉટ થયો. મેજબાન ટીમ માટે પહેલી ટેસ્ટનો પહેલો દિવસ ભૂલવા લાયક રહ્યો.

વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ચાલી રહેલી પહેલી ટેસ્ટ મેચની વાત કરીએ તો વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પહેલા બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝની ટીમ 64.3 ઓવરમાં 150 રન પર જ સમેટાઇ ગઈ. તેના જવાબમાં ભારતીય ટીમે પહેલા દિવસના સ્ટમ્પ્સ સુધીમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 80 રન બનાવી લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp