પતિની વધુ એક સફળતા પર જાહેરમાં અનુષ્કાએ કોહલીને કરી કિસ, જુઓ વીડિયો

PC: ndtvimg.com

દેશના સૌથી જૂના સ્ટેડિયમ ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ (firoz shah kotla stadium) નું નામ હવે અરુણ જેટલી સ્ટેડિયમ થઈ ગયું છે. દિલ્હી તેમજ જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA) એ ગુરુવારે જવાહર લાલ નહેરુ સ્ટેડિયમમાં એક ભવ્ય કાર્યક્રમ આયોજિત કરીને પોતાના પૂર્વ અધ્યક્ષ અરુણ જેટલીનું સન્માન કર્યું હતું સાથે જ ઈન્ડિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પણ હાજર રહ્યો હતો. આ ખાસ અવસર પર વિરાટનો સાથ આપવા તેની પત્ની અનુષ્કા શર્મા પણ હાજર રહી હતી.

દિલ્હી તેમજ જિલ્લા ક્રિકેટ સંઘે સ્ટેડિયમને અરૂણ જેટલીના નામે કરવાનો કાર્યક્રમ રાજધાની દિલ્હીમાં આયોજીત કર્યો હતો. આ કાર્યક્રમમાં વિરાટ કોહલી સિવાય ટીમ ઈન્ડિયાના સભ્યો હાજર રહ્યા હતા.

આ સ્ટેડિયમમાં સ્ટેન્ડનું નામ વિરાટ કોહલીના નામ પર રાખવામાં આવશે. તેના માટે વિરાટનું નામ જ્યારે સ્ટેજ પર બોલવામાં આવ્યું, તો વિરાટે પોતાના પિતા સાથે જોડાયેલી એક વાત કહી. જેને સાંભળીને અનુષ્કા શર્મા એટલી ઈમોશનલ થઈ ગઈ હતી કે, તેણે પતિના હાથ પર કિસ કરી હતી. અનુષ્કાને આવી રીતે ઈમોશનલ થતા જોઈને વિરાટે પણ પત્નીનો હાથ પકડી લીધો હતો અને આ પ્રેમભરી મોમેન્ટ કેમેરામાં કેદ થઈ હતી. અનુષ્કા અને વિરાટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

વિરાટે આ પ્રસંગે કહ્યું હતું કે, આ મારા માટે બહુ જ મહત્વનું છે આ ત્યારે થઈ રહ્યું છે જ્યારે શ્રી અરુણ જેટલીના નામ પર સ્ટેડિયમનુ નામ રાખવામાં આવી રહ્યું છે. જેટલીજી મારા પિતાના નિધન પર મારા ઘરે આવ્યા હતા. તેમણે મને બહુ જ પ્રેરિત કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp