કોહલી આઉટ થયા બાદ 5 સેકન્ડ સુધી આકાશમાં જોઈ જુઓ શું બોલ્યો

PC: BCCI

વિરાટ કોહલી કે એમ કહી લો ‘કિંગ કોહલી’ની આજે કોઇને ઓળખાણ આપવાની જરૂરિયાત નથી. વિરાટ કોહલી આઉટ ઓફ ફોર્મ છે, એ વાતની કોઈ શંકા નથી, પરંતુ જે હદ સુધી આ ચેમ્પિયન બેટ્સમેન ફોર્મમાં વાપસી કરવા માટે ભરચક પ્રયાસ કરી રહ્યો છે, તેને જોઈને કોઈ પણ વ્યક્તિનું દિલ પીગળી જશે. વિરાટ કોહલી દરેક મેચમાં મેદાન પર ઉત્સાહ સાથે મેદાનમાં ઉતરે છે, પરંતુ દરેક વખત પરિણામ લગભગ સમાન રહે છે. ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’ની જાણીતું સોંગ ‘ગિવ મી સમ સનશાઈન’ વિરાટ કોહલી પર એકદમ ફિટ બેસે છે.

પંજાબ કિંગ્સ (PBKS) વિરુદ્ધ રમાયેલી મેચમાં વિરાટ કોહલી સંપૂર્ણ લયમાં બેટિંગ કરતો નજરે પડી રહ્યો હતો. આઉટ થવા પહેલા વિરાટ કોહલી 13 બૉલ પર 1 સિક્સ અને 2 ફોરની મદદથી 20 રન પર રમી રહ્યો હતો, પરંતુ કાગીસો રબાડાના બૉલને બાઉન્ડ્રી પાર પહોંચાડવાના ચક્કરમાં વિરાટ કોહલી ચૂકી ગયો અને પોતાની વિકેટ ગુમાવી બેઠો. કાગીસો રબાડાનો બૉલ લેગ સ્ટમ્પ બહાર હતો, જેના પર તે મોટો શૉટ રમી શકતો હતો પરંતુ, ફોર્મ જ તેની સાથે નથી, તે આઉટ થઇ ગયો.

આઉટ થયા દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીનું રીએક્શન જોવા લાયક હતું. વિરાટ કોહલી આકાશમાં જોય છે અને ખૂબ નિરાશ નજરે પડે છે. વિરાટ કોહલીને જોઈને લાગે છે અને કહે છે કે, What else do you want me to do? F**k me. એટલે કે તે ભગવાનને કહેવા માંગે છે કે, મેં બધુ તો સારું કરીને જોઈ લીધું, છતા આખરે મારા બેટથી રન કેમ બની રહ્યા નથી. વિરાટ કોહલી આઉટ થયા બાદ પંજાબ કિંગ્સની ટ્વીટ ખૂબ વાયરલ થઈ રહી છે. ફ્રેન્ચાઇઝી તરફથી દુઆ કરવામાં આવી કે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી જલદી જ ફોર્મમાં આવે.

પંજાબ કિંગ્સે ટ્વીટર પર લખ્યું કે, વિરાટ કોહલી, અહીં સુધી કે અમે પણ તેનો આનંદ લીધો. આશા છે કે નસીબ જલદી જ તમારો સાથ આપશે. IPL 2022મા વિરાટ કોહલીએ અત્યાર સુધી 13 ઇનિંગ રમી છે જેમાં તેના બેટથી 19.67ની એવરેજ અને 113.46ની સ્ટ્રાઈક રેટથી 236 રન બનાવ્યા છે. તેની સૌથી મોટી ઇનિંગ 58 રનોની રહી છે. હાલમાં જે પણ હોય, વિરાટ કોહલી ભલે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022મા ખરાબ ફોર્મમાં હોય, પરંતુ આ વાતોને નકારી શકાય નહીં કે વિરાટ કોહલી કાલે પણ કિંગ હતો અને આજે પણ કિંગ છે અને આગામી સમયમાં પણ કિંગ જ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp