IPL પહેલા યુવરાજે દેખાડ્યો દમ, ધોનીના હેલિકોપ્ટર શોટથી બતાવ્યો કમાલ, જુઓ વીડિયો

PC: ndtv.com

ક્રિકેટર યુવરાજ સિંહ IPL 2019 માટે પોતાને તૈયાર કરી રહ્યો છે. IPL 2019 23 માર્ચથી શરૂ થઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા 1 કરોડ રૂપિયામાં ખરીદાયેલા આ ક્રિકેટરને વિશ્વાસ છે કે તે આ વખતે ફરીવાર પોતાની કાબેલિયત પૂરવાર કરશે. યુવરાજ છેલ્લી થોડી IPLથી સારું પ્રદર્શન નથી કરી રહ્યો. આથી, ફરી ફોર્મમાં આવવા માટે તે નેટ પ્રેક્ટિસ કરી રહ્યો છે.

રસપ્રદ વાત એ છે કે, તે મહેન્દ્ર સિંહ ધોનીના હેલિકોપ્ટર શોટનો અભ્યાસ કરતો દેખાયો હતો. પોતાના ખાસ અંદાજમાં બેટિંગ કરી રહેલા યુવરાજે સ્પિનરના એક ફ્લાઈટેડ બોલને મિડ વિકેટથી ઉપર માર્યો હતો. તેનો ફોલો થ્રૂ ધોનીના હેલિકોપ્ટર શોટ દરમિયાન ફોલો થ્રૂ જેવો જ હતો.

આ પહેલીવાર નથી, જ્યારે કોઈ ક્રિકેટર ધોનીના શોટની કોપી કરી રહ્યો હોય. રાશિદ ખાન, મોહમ્મદ શહજાદ પણ કોઈક મેચોમાં આ શોટનો અભ્યાસ કરી ચૂક્યા છે. યુવરાજ સિંહ IPL નીલામીના પહેલા ચરણમાં અનસોલ્ડ રહ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ખૂબ જ ઓછી કિંમતે ખરીદાયો અને હવે તે આ તક ગુમાવવા નથી માંગતો. મુંબઈ ઈન્ડિયન્સ IPLનું ટાઈટલ ચોથીવાર જીતવા માટે તત્પર છે, કારણ કે 2018માં તેની સીઝન ખરાબ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp