આ કાંગારૂ ખેલાડીનો મોટો દાવો- બ્રિસ્બેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ભારતને પછાડશે

PC: telegraphindia.com

એસ્ટ્રેલિયા ટીમના સ્ટાર બેટ્સમેન માર્નસ લાબુશેનનું એવું માનવું છે કે, ભારતે સિડની મેચના ચોથા દિવસે જે રીતે મરણીયા પ્રયાસ કરીને બેટિંગ કરી એ સ્થિતિમાં ખેલાડી વધું પડતું કંઈ બદલી શકતા ન હતા. જોકે, તેમણે એવું પણ કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા બ્રિસ્બેનમાં ભારતને પછાડીને વિજેતા થશે. ભારતને હરાવીને સીરિઝ જીતવા માટે તે તૈયાર છે.

ભારતીય બેટ્સમેને 407 રનનો વિશાળ ટાર્ગેટનો પીછો કરવા માટે શાનદાર બેટિંગ કરી હતી. ભારતીય બેટ્સમેનના પ્રયત્નોને કારણે સિડનીમાં રમાયેલી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. સિડની ક્રિકેટના મેદાન પર 91 અને 73 રનની ઈનિંગ્સ રમનાર ખેલાડી લાબુશેને જણાવ્યું હતું કે, અમે આજે સિડનીના મેદાન પર મેચ રમી છે જે ડ્રો રહી હતી અને અમે અહીંયા જીતવા માટે આવ્યા છીએ. આ મેચનું પરિણામ ભલે જે થાય તે. એ મેચમાં અમારી જીત થાત અથવા મેચ ડ્રો થઈ જાત. અમારે ગાબામાં રમવા માટે જવું છે અને જીતવું પણ છે.

આ માટે અમારા તરફથી કોઈ ફેરફાર થયા નથી. આ તો બસ માત્ર એક ફોક્સ બદલવાનો મામલો છે અને એ નિશ્ચિત કરવાનું છે કે, અમારે એમના પરાસ્ત કરવાના છે. જોકે, ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન હનુમા વિહારીએ 161 બોલમાં અણનમ રહ્યો હતો. જ્યારે રવીચંદ્રન અશ્વિન 128 બોલમાં પણ અણનમ રહ્યો હતો. પાંચમા દિવસે ત્રીજા સત્રમાં બેટિંગ કરી હતી જ્યારે પંતે 118 બોલમાં 97 રન અને પૂજારાએ 205 બોલમાં 77 રન ફટકાર્યા હતા. બંને ખેલાડીએ કુલ મળીને 148 રન બનાવ્યા હતા. સ્કોરમાં 131 ઓવરમાં પાંચ વિકેટના નુકસાનથી 334 રન બનાવ્યા હતા.

લાબુશેને કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાને પાંચમા દિવસેસ પિચથી થોડી વધારે મદદની આશા હતી. પણ ક્રીઝ પર અડગ રહીને મેચ ડ્રો કરાવવાનો શ્રેય ભારતીય બેટ્સમેનને આપવો પડે એમ છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાંચમા દિવસે પીચ પણ ઘણી તૂટ-ફૂટ થતી જોવા મળી હતી. બોલમાં ઘણો અસાધારણ ઉછાળ જોવા મળ્યો છે. પણ જો કોઈ ટીમ 131 ઓવર રમી જાય તો એને ક્રેડિટ આપવી પડે. ભારતીય બેટ્સમેને ઘણું સારૂ બેટિંગ કર્યું છે. તેઓ પિચ પર અડગ રહ્યા છે. મને એવું લાગે છે કે, અમે એમાં કંઈ વધારે પડતો કોઈ ફેરફાર કરી શકીએ એમ ન હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ફાસ્ટ બોલિંગ સિવાય પણ સ્પીનર નાથનને પણ અજમાવ્યો હતો પણ પણ ભારતીય બેટ્સમેનને કોઈ હલાવી શક્યું નહીં અને મેચ ડ્રો ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp