હજારો મોત બાદ પણ આ દેશમાં અત્યારસુધી રમાઈ રહી હતી ક્રિકેટ મેચો

PC: twitter.com/windiescricket

કોરોના વાયરસ આખી દુનિયામાં કહેર વર્તાવી રહ્યો છે. લગભગ દરેક દેશમાં શાળા, કોલેજો અને ઓફિસો બંધ થઈ ગયા છે. એક દેશ એવો છે જ્યાં હાલાત ગંભીર હોવા છતાં ક્રિકેટ રમાઈ રહી હતી. આ વાત છે વેસ્ટ ઈન્ડિઝની. જ્યાં ચાર દિવસીય વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયનશીપ ચાલુ જ હતી. જાન્યુઆરીમાં શરૂ થયેલી આ ચેમ્પિયનશીપ 8 અઠવાડિયા સુધી ચાલી, જોકે હવે તેને અધવચ્ચે જ રોકવી પડી છે. દુનિયાભરમાં કોરોના વાયરસ 19 હજાર લોકોને ભરખી ગયો છે અને હવે તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.

અમેરિકામાં પણ તેની ખરાબ અસર પડી છે તેથી ઈન્ડિઝ બોર્ડ દ્વારા વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયનશિપને અધવચ્ચે જ રોકી દેવામાં આવી છે અને પોઇન્ટ ટેબલમાં સૌથી ઉપરની ટીમને વિજેતા જાહેર કરી દીધી છે. બારબાડોઝે 8માંથી 6 મેચો જીતી તો ત્રિનિડાડ-ટોબેગો, ગયાના અને જમૈકાને 8 મેચોમાંથી 3-3માં જીત મળી હતી. વિન્ડવાર્ડસે 2 અને લીવાર્ડસની ટીમ માત્ર 1 જ જીત મેળવી શકી હતી. હવે કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેને ધ્યાનમાં લઈને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે તેમની ઘણી ટૂર્નામેન્ટો સ્થગિત કરી દીધી છે અથવા તો રદ્દ કરી દીધી છે.

વિમેન્સ સુપર 50 કપ સ્થગિત કરી દેવામાં આવ્યો છે. અંડર 19 રીજનલ વિમેન્સ T20 ચેમ્પિયનશિપ પણ સ્થગિત થઈ ગઈ છે. રીજનલ અંડર 16 ટૂર્નામેન્ટ રદ્દ કરી દેવામાં આવી છે. સાથે જ વેસ્ટ ઈન્ડિઝના આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે લાગતા કેમ્પ 31 માર્ચ સુધી ટાળી દેવામાં આવ્યા છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના CEO જોની ગ્રેવે તેની પુષ્ટિ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp