શું, વિરાટ કોહલીએ કરી જો રૂટની નકલ? માઈકલ વોને લીધી વિરાટની મજા, વીડિયો વાયરલ

PC: news18.com

ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ઇંગ્લેન્ડના પ્રવાસમાં લિસ્ટરશાયરની વિરુદ્ધની ચાર દિવસીય પ્રેક્ટીસ મેચની પ્રથમ ઇનિંગમાં કંઈક ખાસ કમાલ કરી શક્યો નથી, આ દરમિયાન મેદાન પર વિરાટ કોહલીએ કંઈક એવું કરવાનો પ્રયત્ન કર્યો કે, જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, વિરાટ કોહલી ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટની નકલ કરી રહ્યો છે, જોકે કોહલીને આમાં સફળતા મળી ન હતી.

એવું થયું કે, બેટિંગ દરમિયાન વિરાટ કોહલીએ નોન સ્ટ્રાઈકના કિનારે પોતાની બેટને ઊભી રાખવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં અસફળ રહ્યો ન હતો. સોશિયલ મીડિયા પર કોહલીના બેટને બેલેન્સ કરતા સમયનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. લોકો અલગ-અલગ કમેન્ટ કરી રહ્યા છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને પણ વિરાટ કોહલીને ટ્રોલ કર્યો છે. વોને વીડિયોને રીટ્વીટ કરીને લખ્યું કે, વિરાટ બેટને જો રૂટની જેમ બેલેન્સ નહીં કરી શકે.

આના પહેલા જો રૂટે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની 3 મેચોની સીરિઝની પહેલા ટેસ્ટ મેચમાં પોતાની બેટને કોઈ પણ આધાર વગર નોન સ્ટ્રાઈકના કિનારે ઊભી કરી હતી. ન્યૂઝીલેન્ડની ઇનિંગના 23મી ઓવર દરમિયાન જ્યારે કાઈલ જેમીસન બોલિંગ માટે આવ્યો, ત્યારે રૂટ નોન સ્ટ્રાઈકર એન્ડ પર હતો, પણ જો રૂટે પોતાના બેટને હાથમાં પકડી ન હતી છતાં તેની બેટ સીધી ઊભી રહી હતી, આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાયો હતો, લોકો આને રૂટનો જાદુ કહી રહ્યા હતા.

વિરાટે પ્રેક્ટિસ મેચની પ્રથમ ઇનિંગમાં 69 બોલ પર 33 રન બનાવ્યા હતા, તેણે આ દરમિયાન ચાર ફોર અને એક સિક્સ લગાવ્યો હતો. વિરાટને રોમન વોકરે LBW આઉટ કર્યો હતો, વોકર તે જ બોલર છે, જેને પ્રથમ ઇનિંગમાં અત્યાર સુધી કુલ 5 વિકેટ પોતાના નામે કરી છે, જેમાં કોહલી સહિત કેપ્ટન રોહિત શર્મા, હનુમા વિહારી અને રવીન્દ્ર જાડેજાની વિકેટ સામેલ છે.

મેચની વાત કરવામાં આવે તો, ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ પહેલા દિવસે પ્રથમ ઇનિંગમાં 8 વિકેટ પર 246 રન બનાવ્યા હતા. પહેલા દિવસે વિકેટકીપર બેટ્સમેન શ્રીકર ભરત 70 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. રોહિત 25 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે ઓપનર શુભમન ગિલે 21 રનનું યોગદાન આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp