ગાંગુલીએ સંભળાવ્યો કિસ્સો- રોહિત કેપ્ટન્સી કરવાના મૂડમાં નહોતો,બળજબરીપૂર્વક અપાઈ

PC: jagranjosh.com

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને લઈને મોટો ખુલાસો કર્યો છે. રોહિત શર્માની કેપ્ટન્સી બાબતે આ વાતો તમને ન પણ પચે. ગાંગુલીનું કહેવું છે કે, રોહિત ભારતીય ટીમની કેપ્ટન્સી કરવાના મૂડમાં બિલકુલ નહોતો. તેને બળજબરીપૂર્વક સોંપવામાં આવી હતી. આ વાત રોહિત શર્માના બધા ફોર્મેટ્સમાં કેપ્ટન્સી સંભાળ્યાના લગભગ 3 વર્ષ બાદ સામે આવી છે. સૌરવ ગાંગુલી કોલકાતા ટીવી સાથે ક્રિકેટ અને ભારતીય ટીમને લઈને વાતચીત કરી રહ્યા હતા.

આ દરમિયાન તેમણે જણાવ્યું કે, ‘રોહિત શર્મા ભારતીય ટીમનો કેપ્ટન બનવા માટે ઇચ્છુક નહોતો. વાત એ હદ સુધી પહોંચી ગઈ હતી કે મેં તેને અલ્ટિમેટમ આપી દીધી અથવા તો તે હા કહે કે હું દુનિયા સામે તેની જાહેરાત કરી દઉં. મેં એવું એટલે કર્યું કેમ કે હું જાણું છું કે તે એક શાનદાર કેપ્ટન છે. વિરાટ કોહલીએ પદ છોડ્યા બાદ તે ભારતીય ટીમને લીડ કરવા માટે સર્વશ્રેષ્ઠ હતો અને જે પ્રકારનું પ્રદર્શન કરી રહ્યા છે, હું હેરાન નથી. આગળ સૌરવ ગાંગુલીએ કારણ બતાવતા કહ્યું કે, હું નથી જાણતો કે તે શા માટે ખચકાઈ રહ્યો હતો.

કદાચ એટલે કેમ કે એ સમયે ઘણી બધી ક્રિકેટ મેચ રમાઈ રહી હતી. ટેસ્ટ, T20, વન-ડે અને તે સાથે IPL. પહેલા જ ઘણી બધુ ક્રિકેટ અને દબાવ હતો. રોહિત પાસે ઘણું બધુ હતું, પરંતુ હું ખુશ છું. એ સારું કરી રહ્યો છે. વિરાટ કોહલી કેપ્ટન રહેતા રોહિત શર્મા અગાઉ પણ તેની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરતો હતો. એટલે કોહલીના હટ્યા બાદ તે કેપ્ટન માટે પહેલી પસંદ હતો. જો રોહિતની કેપ્ટનીની વાત કરીએ તો અત્યાર સુધીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેની કેપ્ટન્સીમાં ટીમે ઘર પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયન ટીમને હરાવી

ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ ટીમ ફાઇનલ સુધી પહોંચી. બધા ફોર્મેટ્સને મળાવી દઈએ તો રોહિતે અત્યાર સુધી 102 મેચોમાં કેપ્ટન્સી કરી છે. તેમાં 76 મેચમાં જીત મળી છે એટલે કે 76.76ની વિનિંગ ટકાવારી. આ પ્રકારે વન-ડે મેચોમાં પણ રોહિતની કેપ્ટન્સીમાં ટીમે 42માંથી 32 મેચ જીતી છે અને માત્ર 9 મેચમાં હાર મળી છે. એક મેચ પરિણામ વિનાની રહી છે. તો ટેસ્ટ ક્રિકેટમાં રોહિતે 9માંથી 5 મેચમાં ટીમને જીત અપાવી છે. 2 મેચોમાં હાર મળી અને 2 મેચ ડ્રો રહી.

T20માં તો રોહિતની કેપ્ટન્સીના ભરપેટ વખાણ કરવામાં આવે છે. IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને 5-5 ટ્રોફી જીતાવી ચૂકેલા રોહિત ભારતીય ટીમને 51માંથી 39 મેચોમાં જીત અપાવી ચૂક્યો છે અને માત્ર 12 મેચોમાં હાર મળી છે. વર્લ્ડ કપમાં પણ કમાલનું પ્રદર્શન રહ્યું છે. અત્યાર સુધી તમે 8માંથી 8 મેચ જીતી ચૂકી છે એટલે કે અનબિટેબલ. ટીમ પોતાની આગામી મેચ 12 નવેમ્બરે નેધરલેન્ડ્સ વિરુદ્ધ બેંગ્લોરમાં રમશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp