વર્લ્ડ કપ સુપર લીગ વન-ડેમાં પાકિસ્તાની ક્રિક્રેટ ટીમ બીજા સ્થાને પહોંચી અને ભારત

PC: livehindustan.com

વનડે સીરીઝના  અંતિમ અને નિર્ણાયક મુકાબલમાં પાકિસ્તાનની ટીમે સાઉથ આફ્રીકાને 28 રને હરાવી દીધી છે આ જીતની સાથે જ પાકિસ્તાને વનડે સીરીઝને 2-1થી પોતાના નામે કરી દીધી છે.વર્લ્ડકપ સુપર લીગના પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર આવી ગઇ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ હવે ત્રીજા નંબરે ખસકી ગઇ છે. પાકિસ્તાની ટીમે પહેલો દાવ લીધો હતો અને ફખર જમાનની સદી અને કેપ્ટન બાબર આઝમના 94 રન સાથે પાકિસ્તાને 50 ઓવરમાં 7 વિકેટ પર 320 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સાઉથ આફ્રીકાની ટીમે 292 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જો કે પાકિસ્તાની ક્રિકેટ ટીમ પોઇન્ટ ટેબલમાં આગળ આવી દવાને કારણે ભારતીય ટીમને નુકશાન થયું છે.

પાકિસ્તાનની ટીમની આ વર્લ્ડ કપમાં 6 મેચમાંથી ચોથી જીત હતી. જીતની થે ટીમના હવે 40 પોઇન્ટસ થઇ ગયા છે. પરંતુ સારા રન રેટને કારણે પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયાથી આગળ નિકળી ગઇ છે. ઇંગ્લેંડની ટીમે પોઇન્ટ ટેબલ પર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. પોઇન્ટ ટેબલ પર પાકિસ્તાન ઉપર આવી જવાને કારણે ભારતીય ટીમને નુકશાન થયું છે અને ભારતીય ટીમ હવે આઠમાં નંબરે પહોંચી ગઇ છે. સાઉથ આફ્રીકાની ટીમે આ વનડે સીરીઝમાં માત્ર એક જ જીત મેળવી છે અને પોઇન્ટ ટેબલ પર 11માં સ્થાને પહોંચી છે.

ICCએ ગયા વર્ષે 30 જુલાઇથી વર્લ્ડ કર સુપર લીગની શરૂઆત કરી હતી. જેમાં 13 ટીમને સામેલ કરવામાં આવી છે. આ લીગમાં 13 ટીમ  બધું મળીને 8 સીરીઝ રમશે. એમાં 4 સીરીઝ પોતાના ઘર આંગણે અને 4 સીરીઝ બહાર જઇને રમવાનું નક્કી થયું છે. દરેક સીરીઝમાં 3 મેચ હશે. એટલે કે એક ટીમે કુલ 24 મેચ રમવાની આવશે. દરેક મેચમાં 10 પોઇન્ટસ છે. આ 13 ટીમોમાંથી ટોપ 7 સીધી 2023 વર્લ્ડ કપ માટે કવોલિફાય થશે. બીજી તરઉ યજમાન દેશ હોવાને કારણે ભારતીય ટીમે સીધી રીતે 2023 વર્લ્ડ કપમાં કવોલિફાય કરી લીધું છે.

પોઇન્ટ ટેબલની વાત કરીએ તો ઇંગ્લેંડે 9 મેચ રીમને 4 મેચ જીતી છે અને તેને 40 પોઇન્ટ મળ્યા છે અને રન રેટ છે +0.468. જયાકે પાકિસ્તાને 6 મેચમાંથી 4 મેચ જીતી છે પોઇન્ટ છે 40 અને રન રેટ છે +0.426. જયારે ભારત 6 મેચમાંથી 3 મેચ જીત્યું છે અને પોઇન્ટ છે 29, ભારતીય ટીમની રન રેટ – 0.252 છે કારણ કે ભારતને એક માઇનસ પોઇન્ટ પેનલ્ટીનો મળ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp