કેપ્ટન રોહિત શર્માને બે ભૂલો પડી ગઈ ભારે? ગુમાવવા પડ્યા WTC પોઇન્ટ્સ

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રિનિદાદમાં રમાયેલી ટેસ્ટ સીરિઝની બીજી અને અંતિમ મેચ ડ્રો પર સમાપ્ત થઈ. ભારત ટીમે ટેસ્ટ સીરિઝ તો જીતી લીધી, પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) 2023-25ના ચક્રમાં ટીમને નુકસાન થઈ ગયું. એક તો ભારતની જીતની ટકાવારી ઘટી અને બીજું પોઇન્ટ્સ ઓછા થઈ ગયા. જો પાંચમા દિવસે મેચ રમાતી તો ભારત પાસે મેચ જીતવાનો ચાંસ હતો અને એવામાં ભારતીય ટીમને ફાયદો પોઇન્ટ્સ ટેબલમાં થતો. એવામાં શું ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ 2 મોટી ભૂલ કરી દીધી? તેની બાબતે આ આર્ટિકલમાં જાણીએ.
- શું મોડેથી દાવ ડિક્લેર કર્યો?
ભારતીય ટીમને પહેલી ઇનિંગના આધાર પર 183 રનોની લીડ મળી હતી. ત્યારબાદ ભારતીય ટીમ ચોથા દિવસે બેટિંગ કરવા ઉતરી. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે તેજ ગતિથી રન બનાવ્યા અને 11.5 ઓવરમાં 98 રન જોડી દીધા. આ પ્રકારે ભારત પાસે 281 રનોની લીડ થઈ ગઈ હતી. કેપ્ટન ઈચ્છતો તો અહીં દાવ ડિક્લેર કરી શકતો હતો, પરંતુ આ એક એવું ટોટલ છે જેને ચેઝ કરવું સરળ હતું. એવામાં કેપ્ટને નિર્ણય લીધો કે હજુ થોડી વાર બેટિંગ કરવામાં આવે. આ જ કારણ હતું કે, 364 રનોની લીડ મળ્યા બાદ દાવ ડિક્લેર કરવામાં આવ્યો.
ભારતીય ટીમને ચોથા દિવસે બોલિંગ માટે 32 ઓવર મળી. ત્યાં ટીમે 2 વિકેટ કાઢી અને વેસ્ટ ઇન્ડીઝે 76 રન બનાવ્યા. ટીમ ડ્રોના ઇરાદે જ રમી રહી હતી. જો ચેઝ માટે જતી તો નિશ્ચિત રૂપે વિકેટ પડતી. આ જ કારણ છે કે કેપ્ટન રોહિત શર્માના દાવ ડિક્લેર કરવાના નિર્ણય પર સવાલ ઉઠી રહ્યા છે કેમ કે તે જાણતો હતો કે પાંચમા દિવસે વરસાદ થશે તો તેણે થોડો જલદી દાવ ડિક્લેર કરવો જોઈતો હતો. જો કે, સવાલ એ પણ છે કે જો જલ્દી દાવ ડિક્લેર કરી દેતો તો વેસ્ટ ઇન્ડીઝ પાસે પણ રન ચેઝ કરવાનો અવસર રહેતો.
- શુભમન ગિલ ધીમો રમ્યો:
ભારતીય બેટ્સમેનોએ બીજી ઇનિંગમાં 120 કરતા વધુ સ્ટ્રાઈક રેટથી રણ બનાવ્યા. અહીં સુધી કે ઇશાન કિશને 150 કરતા વધુની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી, પરંતુ શુભમન ગિલે 37 બૉલમાં 29 રન બનાવ્યા. જો ગિલ થોડો ફાસ્ટ રમતો તો ભારતે જે લક્ષ્ય પર દાવ ડિક્લેર કરવા માટે વિચારી રાખ્યું હતું તે જલદી હાંસલ થઈ જતું અને થોડી વધુ ઓવર બોલિંગ કરવા મળી જતી. આ દરમિયાન સવાલ એ પણ હતો કે વિરાટ કોહલી ચોથા નંબર પર બેટિંગ કરી શકતો હતો, પરંતુ તેની જગ્યાએ આવેલા ઇશાન કિશને હજુ વધારે ઝડપથી રન બનાવ્યા.
WTCના પોઇન્ટ્સ ટેબલમાં ભારતને નુકસાન થયું છે. ભારતીય ટીમ 100 ટકા જીતની ટકાવારી સાથે નંબર-1 પર હતી, પરંતુ હવે પાકિસ્તાની ટીમ 100 ટકા જીતની ટકાવારી સાથે ટોપ પર છે. ભારતીય ટીમની જીતની ટકાવારી 66.67ની છે, જ્યારે ખાતામાં 16 પોઇન્ટ્સ છે. રો ટીમ એમચ જીતવામાં સફળ થઈ જતી તો 12 પોઇન્ટ્સ મળતા, પરંતુ ડ્રો થવાની સ્થિતિમાં 4 જ પોઇન્ટ્સ મળી શક્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp