હનુમાનજીનો સાચો ભક્ત, બેટ પર લખે છે ઓમ! કોણ છે આફ્રિકાનો આ ભારતીય ખેલાડી

ભારતમાં ચાલી રહેલા વર્લ્ડ કપ 2023 રસપ્રદ બની રહ્યો છે. ફેન્સને રોજ રોમાંચક મેચો જોવા મળી રહી છે. શુક્રવારે હાલના વર્લ્ડ કપની સૌથી રોમાંચક મેચ પાકિસ્તાન અને સાઉથ આફ્રિકાની વચ્ચે રમાઈ હતી. ચેન્નઈના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં આફ્રિકન ટીમે છેલ્લી ઘડીએ 1 વિકેટે મેચ જીતી લીધી.
સાઉથ આફ્રિકાના કેશવ મહારાજે પાકિસ્તાન સામેની મેચમાં ભલે 21 બોલમાં 7 રનની અણનમ ઈનિંગ રમી. પણ આ જીતનો હીરો તેને જ કહેવામાં આવી રહ્યો છે. તેનું કારણ છે કે, જ્યારે આફ્રિકાના બધા બેટ્સમેનો આઉટ થઇ ગયા હતા, તો કેશવ એકલો પિચ પર ઊભો હતો. આટલા પ્રેશરમાં તેણે બેટિંગ કરી અને આફ્રિકાને મેચ જીતાડી. જણાવીએ કે, આફ્રિકાના આ ખેલાડીનો ભારત સાથે પણ નાતો છે. તે એક ભારતીય મૂળનો ખેલાડી છે.
33 વર્ષીય કેશવ મહારાજ ભારતીય મૂળનો સાઉથ આફ્રિકન ખેલાડી છે. તે એક લેફ્ટ આર્મ સ્પિન બોલર અને સાથે જ ઠીક બેટિંગ કરી જાણે છે. કેશવના પૂર્વજ ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરના રહેવાસી હતા. કેશવના પિતા આત્માનંદ મહારાજે કહ્યું હતું કે, તેમના પૂર્વજ 1874ની આસપાસ સુલ્તાનપુર છોડીને સાઉથ આફ્રિકા નોકરીની શોધમાં ગયા હતા.
કેશવ મહારાજ આફ્રિકામાં રહીને પણ હિંદુ-રીતિ રિવાજોને ફોલો કરે છે. એવું કહેવામાં આવે છે કે, કેશવ મહારાજ હનુમાનજીનો પાક્કો ભક્ત છે. જણાવીએ કે, કેશવ મહારાજની બેટ પર ‘ઓમ’ લખ્યું છે. તેની બેટ પર ઘણીવાર ઓમનું સ્ટિકર જોવામાં આવ્યું છે. કેશવ મહારાજ સંપૂર્ણ રીતે હિંદુ ધર્મને ફોલો કરે છે. તે હિંદુ દેવી-દેવતાઓની પૂજા પણ કરે છે. એટલું જ નહીં ભારત આવવા પર તે મંદિરના દર્શન પણ કરે છે. હાલમાં જ તેણે શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં દર્શન કર્યા હતા. જેની તસવીર પણ તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
કેશવ મહારાજે અત્યાર સુધી પોતાના કરિયરમાં કુલ 49 ટેસ્ટ, 36 વનડે અને 26 T20 મેચ રમી છે. તેના નામે ટેસ્ટમાં 158, વનડેમાં 44 તો ટી20માં 22 વિકેટ છે. તો ટેસ્ટમાં મહારાજે 1129 રન, વનડેમાં 202 અને ટી20માં 78 રન બનાવ્યા છે. કેશવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 5 હાફ સેન્ચ્યુરી પણ લગાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp