DRS વિવાદ પર કોહલી બોલ્યો- મેદાનમાં શું ચાલે છે તે બહારના લોકોને ખબર નથી હોતી...

PC: twitter.com

કેપટાઉન ટેસ્ટના ત્રીજા દિવસે DRS અપીલ ખોટી સાબિત થયા બાદ કેપ્ટન વિરાટ કોહલી અને ટીમના બાકી ખેલાડીઓના વ્યવહારોની ચોતરફ નિંદા થઈ રહી છે. વિરાટ કોહલીએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દા પર જવાબ આપ્યો છે. દક્ષિણ આફ્રિકન કેપ્ટન ડીન એલ્ગર વિરુદ્ધ DRS અપીલ ખોટી સાબિત થયા બાદ ભારતીય ટીમના ખેલાડીઓ રવિચંદ્રન અશ્વિન, કે.એલ. રાહુલ, મયંક અગ્રવાલ અને કેપ્ટન વિરાટ કોહલીએ સ્ટમ્પસ માઇક પાસે દઇને પોતાની નિરાશા વ્યક્ત કરી હતી.

મેચ બાદ થયેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે આ ઘટના બાબતે પૂછવામાં આવ્યું તો તેણે પોતાના અને પોતાની ટીમના વ્યવહારનો બચાવ કર્યો હતો. ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે હું તેના પર કોઈ ટિપ્પણી કરવા નહીં માગું. અમે બધા મેદાનની અંદર હતા અને અમને ખબર હતી કે ત્યાં શું ચાલી રહ્યું છે અને જે લોકો બહાર છે તેમને આ વાતનો કોઈ અંદાજો નથી. પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ આ વાતને લઈને આગળ કહ્યું કે એમ કહેવું કે અમે કંઈક વધુ જ આગળ વધી ગયા હતા એ એકદમ યોગ્ય નહીં હોય.

જો ત્યારબાદ અમે 3 વિકેટ લઈ લેતા તો કદાચ બધા માટે તે ગેમ ચેન્જિંગ મોમેન્ટ હોત. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સિવાય ભારતીય ટીમનો ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન, કે.એલ. રાહુલ અને મયંક અગ્રવાલે પણ સ્ટમ્પસ માઇક પર જઈને પોતાનો ગુસ્સો કાઢ્યો હતો. રવિચંદ્રન અશ્વિને સીરિઝનું બ્રૉડકાસ્ટ કરી રહેલા સુપર સ્પોર્ટ પર આરોપ લગાવતા કહ્યું હતું કે તમે જીતવાની વધુ સારી રીત શોધો. ભારતીય ટીમના કેટલાક પૂર્વ ખેલાડીઓએ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને બાકી ખેલાડીઓની સખત નિંદા કરી છે.

પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે આ સંપૂર્ણ ઘટનાને નીચ હરકત બતાવી છે. કેપટાઉન ટેસ્ટ બાદ મેચ ઑફિશિયલે ભારતીય ટીમના સભ્યોને વોર્નિંગ પણ આપી છે કે આગામી સમયમાં એવો કોઈ વ્યવહાર ન થાય. દક્ષિણ આફ્રિકન ટીમે પહેલી ટેસ્ટ હાર્યા બાદ સતત 2 મેચ જીતીને સીરિઝ પર કબજો કર્યો અને ભારતીય ટીમનું પહેલી વખત દક્ષિણ આફ્રિકામાં સીરિઝ જીતવાનું સપનું તૂટી ગયું. ભારતીય ટીમ 19 જાન્યુઆરીથી વન-ડે સીરિઝની શરૂઆત કરશે. પહેલી વન-ડે પાર્લમાં રમશે. તો 21 જાન્યુઆરીના રોજ બીજી વન-ડે પણ પાર્લમાં જ રમાશે અને અંતિમ મેચ 23 જાન્યુઆરીના રોજ કેપટાઉનમાં રમાશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp