શું સેહવાગ-આરતી છૂટાછેડા લેવાના છે? આરતીએ એવું શું કર્યું કે ચર્ચાને હવા મળી ગઈ

PC: x.com/virendersehwag

આજકાલ ઘણા ભારતીય ક્રિકેટરો સમાચારમાં છે. સૌ પ્રથમ, યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના નામ હેડલાઇન્સમાં આવ્યા. મીડિયા રિપોર્ટ્સમાં એવી અટકળો ચાલી રહી હતી કે, બંને અલગ થઈ રહ્યા છે અને છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. જોકે, હજુ સુધી આવું કંઈ બન્યું નથી. આ પછી, મનીષ પાંડે અને તેની પત્ની આશ્રિતા શેટ્ટીના અલગ થવાના સમાચાર પણ પ્રકાશમાં આવ્યા. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, બંનેએ ઇન્સ્ટાગ્રામ પરથી એકબીજા સાથેના પોતાના ફોટા હટાવી દીધા છે. હવે ભારતના દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ સમાચારમાં છે. મીડિયા સૂત્રોના એક અહેવાલમાં બતાવવામાં આવ્યું છે કે, સેહવાગ અને તેની પત્ની આરતી 20 વર્ષના લગ્નજીવન પછી એકબીજાથી અલગ થઈ શકે છે.

સેહવાગ અને આરતીના લગ્ન 2004માં થયા હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. આનાથી તેમના સંબંધોમાં તિરાડ પડવાની અટકળોને વેગ મળ્યો છે. મીડિયા સૂત્રોએ નજીકના સબંધીઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, બંને છેલ્લા ઘણા મહિનાઓથી એકબીજાથી અલગ રહેતા હતા. પોતાની વિસ્ફોટક બેટિંગ શૈલી માટે જાણીતા, સેહવાગ અને આરતીને બે પુત્રો છે, આર્યવીર અને વેદાંત. આર્યવીરનો જન્મ 2007માં થયો હતો અને વેદાંતનો જન્મ 2010માં થયો હતો. એટલું જ નહીં, આ રિપોર્ટ પછી ચાહકોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. ચાહકોનું કહેવું છે કે, દિવાળીની ઉજવણી દરમિયાન, સેહવાગે સોશિયલ મીડિયા પર તેના પુત્રો અને તેની માતા સાથેના ફોટા શેર કર્યા હતા, પરંતુ આરતીનો કોઈ ઉલ્લેખ કે ફોટો નહોતો. આ મૌનથી અફવાઓને વધુ વેગ મળ્યો.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, બે અઠવાડિયા પહેલા સેહવાગે પલક્કડમાં વિશ્વ નાગક્ષી મંદિરની મુલાકાત લીધી હતી અને મુલાકાતની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. જોકે, પોસ્ટમાં આરતીનો કોઈ ઉલ્લેખ નહોતો. જો કે આ ભારતીય ક્રિકેટ આઇકોનએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી, પરંતુ બંને વચ્ચેનો અણબનાવ તેમના ચાહકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. નવી દિલ્હીમાં રહેતી આરતી અહલાવત પોતાને ઘણી હદ સુધી લો પ્રોફાઇલ રાખે છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આરતીએ તેની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પણ પ્રાઈવેટ મોડ પર મૂકી છે અને ફક્ત ફોલોઅર્સ જ તેની પ્રોફાઇલ જોઈ શકે છે, જે પહેલા પબ્લિક હતી. જોકે, આરતીના નામમાં હજુ પણ સેહવાગ જોડાયેલું છે. આરતીનો જન્મ 16 ડિસેમ્બર 1980ના રોજ થયો હતો. આરતીએ દિલ્હી યુનિવર્સિટીની મૈત્રેયી કોલેજમાંથી કમ્પ્યુટર સાયન્સમાં ડિપ્લોમા પૂર્ણ કર્યા પછી લેડી ઇરવિન માધ્યમિક શાળા અને ભારતીય વિદ્યા ભવનમાંથી શિક્ષણ મેળવ્યું.

બંનેની પ્રેમ કહાની 2000ના દાયકાની શરૂઆતમાં શરૂ થઈ હતી. બંનેના લગ્ન વર્ષ 2004માં પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના નિવાસસ્થાને થયા હતા. આ કપલને ક્રિકેટના સૌથી મજબૂત અને ક્યૂટ કપલમાંનું એક માનવામાં આવે છે. સેહવાગ પોતાના ક્રિકેટના વ્યસ્તતા વચ્ચે પોતાના પારિવારિક જીવનને પણ સંતુલિત કરી રહ્યો હતો. જોકે, મીડિયા સૂત્રોનો દાવો છે કે, તેમના સંબંધો હવે પહેલા જેવા નથી રહ્યા.

સેહવાગે 2015માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી અને ત્યારથી તે વિવિધ ભૂમિકાઓ ભજવી રહ્યો છે. આમાં રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સીના ડોપિંગ વિરોધી અપીલ પેનલના સભ્ય તરીકે સેવા આપવાનો પણ સમાવેશ થાય છે. તેમણે IPLમાં કોચની ભૂમિકા પણ ભજવી છે. ભારતીય ટીમના કોચ બનવા સાથે તેમનું નામ પણ ઘણી વખત જોડાયું હતું, પરંતુ સેહવાગે દર વખતે આ અટકળોને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે, તેઓ અત્યારે આ જવાબદારી લેવા માંગતા નથી, પરંતુ ભવિષ્ય વિશે તેમને ખબર નથી. જોકે, સેહવાગ કે આરતી બંનેમાંથી કોઈએ હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp