સચિને મોહમ્મદ સિરાજના કર્યા વખાણ તો હેરાન થયો ક્રિકેટર, આ રીતે રીએક્ટ કર્યું

PC: google.com

સચિન તેંદુલકરે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના ખૂબ વખાણ કર્યા છે. બોરિયા મજૂમદારના શૉ પર સચિન તેંદુલકરે મોહમ્મદ સિરાજને લઈને ખૂલીને વાત કરી હતી અને કહ્યું હતું કે મોહમ્મદ સિરાજ પાસે ખૂબ ઉર્જા છે અને જ્યારે પણ બોલિંગ કરવા આવે છે તો જોશમાં નજરે પડે છે. તેને જોઈને એ ખબર નહીં પડે કે તે પહેલી ઓવર કરી રહ્યો છે કે પછી દિવસની છેલ્લી ઓવર. તે બેટ્સમેનોને નિયંત્રિત કરવા માટે બોલિંગ કરે છે અને હંમેશાં એમ લાગે છે કે બેટ્સમેન પર હાવી રહે છે.

સચિન તેંદુલકરની આ વાતોને સાંભળીને મોહમ્મદ સિરાજે રીએક્ટ કર્યું છે. મોહમ્મદ સિરાજે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર સચિન તેંદુલકર દ્વારા કહેવામાં આવેલી વાતોને લઈને લખ્યું કે તેના માટે @sachin_rt સરનો આભાર. તમારા દ્વારા એવી વાતો બોલાવી મારા માટે ખૂબ મોટી પ્રેરણા છે. હું હંમેશાં પોતાના દેશ માટે પોતાનો સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરીશ. ટોક શૉ દરમિયાન સચિન તેંદુલકરે મોહમ્મદ સિરાજને લઈને કહ્યું કે તે દરેક સમય તમારી પાસે આવી રહ્યો છે અને આ જ મને પસંદ છે. તે એક શાનદાર બોલર છે.

તેમણે આગળ કહ્યું કે તે ખૂબ જ સકારાત્મક છે. મોહમ્મદ સિરાજ જલદી શિખનાર બોલર છે. જ્યારે તેણે ગત વર્ષે ઓસ્ટ્રેલિયામાં ડેબ્યૂ કર્યું તો એવું ક્યારેય ન લાગ્યું કે તે પહેલી મેચ રમી રહ્યો છે. મને લાગ્યું કે તે તો ખૂબ સમયથી રમી રહ્યો છે કેમ કે તેણે જે પરિપક્વતા એ સમયે દેખાડી તેને જોઈને હું હેરાન રહી ગયો હતો. દરેક વખત જ્યારે હું તેને જોતો હતો તો કંઈક નવું રહેતું હતું જે તેણે રજૂ કર્યું. સચિન તેંદુલકરે આગળ એમ પણ કહ્યું કે તે પોતાની બોલિંગ સ્તર સતત વધી રહ્યો છે.

ભારતીય ટીમમાં જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા જેવા બોલર હોવાના કારણે મોહમ્મદ સિરાજને પ્લેઇંગ ઇલેવનમાં ઘણા ઓછા ચાન્સ મળે છે એ છતા પણ જ્યારે પણ આ બોલરને ચાન્સ મળ્યો તો પોતાની અસર છોડવામાં સફળ રહે છે. હાલમાં જ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતની છેલ્લી ટેસ્ટમાં ઈશાંત શર્મા ઇજાગ્રસ્ત થયા બાદ મોહમ્મદ સિરાજને પ્લેઇંગ ઇલેવનમાં ચાન્સ મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp