IPL ઓક્શન: રિષભ પંતને ખરેખર 27 કરોડમાંથી કેટલા રૂપિયા મળશે,સરકાર કેટલા કાપી લેશે
UAEના જેદામાં IPL 2025 માટે ખેલાડીઓનુ ઓકશન પુરુ થયું, બે દિવસ સુધી હરાજી ચાલી. કુલ 575 ખેલાડીઓ સામેલ હતા, તમાંથી 182 ખેલાડીઓ વેચાયા. હવે સવાલ એ છે કે ખેલાડીઓને જે રકમ મળી એ તેમને પુરેપુરી મળી જાય કે, ટેક્સ પણ લાગે?
ભારત સરકાર ભારતીય ખેલાડીઓના પગાર પર 10 ટકા TDS વસુલે છે,જે ફ્રેન્ચાઇઝી કંપનીઓએ ખેલાડીઓને રકમની ચૂકવણી પહેલા સરકારને આપી દેવો પડે છે. ધારો કે રિષભ પંતને 27 કરોડ મળ્યા તો તેનો 2.70 કરોડ રૂપિયા TDS કપાઇ જશે. આ ઉપરાતં IPLની આવકને તેમની અન્ય આવક ઉમેરીને ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ ભરવો પડશે, જેમાં કપાયેલો TDS એડજસ્ટ થઇ જશે. એટલે કે 15 લાખની ઉપરની આવક પર સરકાર 30 ટકા ટેક્સ લે છે, એટલે કહી શકાય કે 27 કરોડમાંથી 8 કરોડ જેટલો ટેક્સ તો સરકાર જ કાપી લેશે.
વિદેશીઓ ખેલાડીઓ માટે TDS 20 ટકા છે અને ભારતમાં જો તેઓ 182 દિવસ કરતા વધારે રહે તો ટેક્સ ભરવો પડે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp