શું T20ની જેમ પહેલી વન-ડે પણ ધોવાઇ જશે? જાણો કેવું છે ઓકલેન્ડનું વાતાવરણ

PC: espncricinfo.com

ન્યૂઝીલેન્ડને તેના ઘર આંગણે જ T20 સીરિઝ હરાવ્યા બાદ હવે ભારતીય ટીમ 3 મેચોની વન-ડે સીરિઝની શરૂઆત કરશે. પહેલી વન-ડે કાલે (25 નવેમ્બરના રોજ) ઓકલેન્ડમાં ભારતીય સમય મુજબ, સવારે 7 વાગ્યાથી રમાશે. જો કે, T20 સીરિઝની જેમ જ આ મેચમાં પણ વરસાદનું વિધ્ન દેખાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ભારતીય ટીમે હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ન્યૂઝીલેન્ડની ટીમને 2 મેચોની T20 સીરિઝમાં 1-0થી હરાવી છે. T20 સીરિઝની 2 મેચ વરસાદના કારણે પૂરી રીતે ધોવાઇ ગઇ હતી, એટલે કે રદ્દ થઇ ગઇ.

હવે ભારતીય ટીમે શિખર ધવનની કેપ્ટન્સીમાં વન-ડે સીરિઝ રમવાની છે, જેના પર પણ વરસાદનું સંકટ મંડરાયું છે. ગુરુવારે ઓકલેન્ડમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સાથે જ AccuWeatherના રિપોર્ટ મુજબ, શુક્રવારે મેચવાળા દિવસે પણ વરસાદ પડવાની આશંકા છે. જો કે, ગુરૂવારની તુલનામાં ઓછો વરસાદ થઇ શકે છે, પરંતુ ગુરુ અને શુક્રવારની રાત્રે અને આગામી સવારે મુશળધાર વરસાદ પડવાનું પૂર્વાનુમાન છે. એવામાં જો વરસાદ રોકાય છે તો મેચ માટે પીચ સુકાવવાનો પડકાર રહેશે.

શુક્રવારે વરસાદ પડવાની આશંકા 25 ટકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે હવાઓની ગતિ 56 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. મોટા ભાગનું તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે.

ઓકલેન્ડમાં શુક્રવારે હવામાનનું પૂર્વાનુમાન:

મહત્તમ તાપમાન: 19 ડિગ્રી સેલ્સિયસ

ન્યૂનતમ તાપમાન: 14 ડિગ્રી સેલ્સિયસ

વરસાદની આશંકા: 25 ટકા

વાદળો છવાયેલી રહેશે: 57 ટકા

હવાની ગતિ રહેશે: 56 કિલોમીટર પ્રતિ કલાક

વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમ:

શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, શ્રેયસ ઐય્યર, રિષભ પંત (ઉપકેપ્ટન અને વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચાહર અને ઉમરાન મલિક.

ન્યૂઝીલેન્ડની ટીમ:

કેન વિલિયમ્સન (કેપ્ટન), ફિન એલન, માઇકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, લોકી ફોર્ગ્યૂશન, મેટ હેનરી, ટોમ લેથમ, ડેરિલ મિચેલ, એડમ મિલ્ને, જીમી નિશમ, ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટનર, ટિમ સાઉદી.

વન-ડે સિરિઝનું શેડ્યૂલ:

પહેલી વન-ડે: 25 નવેમ્બર, ઓકલેન્ડ

બીજી વન-ડે: 27 નવેમ્બર, હેમિલ્ટન

ત્રીજી વન-ડે: 30 નવેમ્બર, ક્રાઇસ્ટચર્ચ  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp