પૂર્વ ક્રિકેટરે કહ્યું- 2011ના WCમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની સેમીફાઇનલ ફિક્સ હતી

PC: espncricinfo.com

પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર જુલ્કરનૈન હૈદરે આરોપ લગાવ્યો છે કે પૂર્વ વડાપ્રધાન યુસુફ રજા ગિલાની વર્ષ 2008 થી વર્ષ 2013 સુધી સત્તામાં રહેવા દરમિયાન મેચ ફિક્સિંગમાં સામેલ થયા હતા. આ ખેલાડીએ વર્ષ 2011માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી સેમીફાઇનલ મેચનો ઉલ્લેખ પણ કર્યો છે. એક ઇન્ટરવ્યૂમાં બોલતા પૂર્વ વિકેટકીપર યુસુફ રજા ગિલાની પર ભારત વિરુદ્ધ વર્ષ 2011ના વર્લ્ડ કપની બીજી સેમીફાઇનલને ફિક્સ કરવાનો આરોપ લગાવ્યો, જે 30 માર્ચના રોજ મોહાલીમાં રમાઇ હતી.

ભારતીય ટીમે આ મેચમાં પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ઉલ્લેખનીય છે કે મોહાલીમાં ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમને 29 રને હરાવી હતી. મેચે એ સમયે પણ સવાલ ઊભા કરવામાં આવ્યા હતા કેમ કે પાકિસ્તાનની ટીમે સચિન તેંદુલકરને આઉટ કરવાના કેટલાક ચાન્સ ગુમાવી દીધા હતા. સચિન તેંદુલકરે મેચમાં 85 રનોની ઇનિંગ રમી હતી અને ભારતીય ટીમની જીતમાં યોગદાન આપ્યું હતું. શાહિદ આફ્રિદી પાકિસ્તાની ટીમનો કેપ્ટન હતો અને પાકિસ્તાને વર્ષ 1999 બાદ પહેલી વખત વન-ડે વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

જોકે જુલ્કરનૈન વર્ષ 2011ના વર્લ્ડ કપ માટે રાષ્ટ્રીય ટીમનો હિસ્સો નહોતો કેમ કે તેણે પહેલા જ અજીબોગરીબ પરિસ્થિતિઓમાં વર્ષ 2010માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી. તેણે આગળ કહ્યું કે, પૂર્વ હેડ કોચ વકાર યુનિસ અને આકીબ જાવેદ પણ મેચ ફિક્સિંગમાં સામેલ હતા. જોકે તેઓ એ સમયે શાંત રહ્યા કેમ કે, ટીમને ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકતો હતો. પાકિસ્તાનમાં આ મેચને લઈને ઘણી વાતો ઉઠે છે, પરંતુ ભારતમાં એવું કશું જ જોવા મળ્યું નથી.

ભારતીય ટીમ એ વર્લ્ડ કપમાં પોતાના ચરમ પર હતી અને ફાઇનલ સહિત લગભગ દરેક મેચમાં શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. જુલ્કરનૈન હૈદરે દાવો કર્યો છે કે તેઓ એ વાતને લઈને ખૂબ આશ્વસ્ત છે કે PPPનું આખું નેતૃત્વ એ મેચ ફિક્સિંગમાં સામેલ હતું. તેમણે દિવંગત રહમાન મલિક અને પૂર્વ ટીમ મેનેજર એજાજ બટનું પણ નામ લીધું. પૂર્વ ક્રિકેટરનું નામ વકાર યુનુસ હતું. ટીમ વિરુદ્ધ કાર્યવાહી કેમ ન થઈ? એમ પૂછવામાં આવતા તેમણે કહ્યું કે જો આ મુદ્દા પર કાર્યવાહી કરવામાં આવતી તો આખી ટીમને પ્રતિબંધિત કરી દેવામાં આવતી. તેનાથી પાકિસ્તાનની વધુ બદનામી થતી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp