શેરમાર્કેટનું સૌથી મોટું કૌભાંડ કરનાર હર્ષદ મહેતાનો પરિવાર જાણો આજે શું કરે છે?

PC: forbesindia.com

1980-90ના દાયકામાં સ્ટોક માર્કેટનો બેતાજ બાદશાહ કહેવાતો હર્ષદ મહેતા ઘણા હજાર કરોડનો ઘોટાળો કરી જશે, એવું કદાચ જ કોઈકે વિચાર્યું હશે. હર્ષદ મહેતા, જેના 4000 કરોડના ઘોટાળાનો 1992માં પર્દાફાશ થયો. હવે Sony Liv પર તે જ સ્કેમ સાથે સંકળાયેલી એક વેબ સીરિઝ પણ રીલિઝ થઈ ચુકી છે અને આ સીરિઝના લીડ એક્ટર પ્રતીક ગાંધીની એક્ટિંગના લોકો ભરપૂર વખાણ કરી રહ્યા છે. આજે અમે તમને વેબ સીરિઝ વિશે નહીં, પરંતુ અસલ જીવનમાં હર્ષદ મહેતાના મોત બાદ તેના પરિવારનું શું થયું તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

હર્ષદ મહેતાનું 2001માં પોલીસ કસ્ટડીમાં મોત થઈ ગયું હતું, પરંતુ તેના પરિવારે તેના ગયા બાદ એક લાંબી કાયદાકીય લડાઈ લડવી પડી. 27 વર્ષની કાયદાકીય લડાઈ બાદ ઈન્કમ ટેક્સ ટ્રિબ્યનલે આખરે ફેબ્રુઆરી 2019માં દિવંગત હર્ષદ મહેતા, તેની પત્ની જ્યોતિ અને ભાઈ અશ્વિન પાસે કરવામાં આવેલી 2014 કરોડની ટેક્સ ડિમાન્ડને રદ્દ કરી દીધી. આ વર્ષે એટલે કે 2019માં હર્ષદ મહેતાની પત્નીએ સ્ટોક બ્રોકર કિશોર જનાની અને ફેડરલ બેંક વિરુદ્ધ એક કેસ જીત્યો. કિશોર, જેના પર હર્ષદનું 1992થી 6 કરોડનું લેણું બાકી હતું, તેને કોર્ટે 18 ટકા વ્યાજ સાથે જ્યોતિને પરત કરવાનો આદેશ આપ્યો છે.

હર્ષદના ભાઈ અશ્વિન મહેતાએ પોતાના 50ના દાયકામાં વકિલાતની ડિગ્રી મેળવી અને હવે મુંબઈ હાઈકોર્ટની સાથે સુપ્રીમ કોર્ટમાં પણ પ્રેક્ટિસ કરે છે. તેણે એકલા જ ઘણા કોર્ટ મામલા લડ્યા અને પોતાના ભાઈનું નામ સ્વચ્છ કરવા માટે બેંકોને આશરે 1700 કરોડ રૂપિયાની ચુકવણી કરી. તેઓ હર્ષદની સાથે જ તેની ફર્મમાં સ્ટોક બ્રોકર પણ હતા. હર્ષદ મહેતાના 2001માં મોત બાદ તેની વિરુદ્ધ કેસ પૂરો થઈ ગયો પરંતુ જ્યાં સુધી વિશેષ કોર્ટે ભારતીય સ્ટેટ બેંકને છેતરવાના એક મામલામાં તેને છોડી ના મુક્યો, ત્યાં સુધી અશ્વિન 2018 સુધી કાયદાકીય લડાઈ લડતો રહ્યો.

હર્ષદના દીકરા અતુર મહેતા વિશે કોઈ વિશ્વસનીય જાણકારી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર, હર્ષદના દીકરા અતુર મહેતાએ 2018માં લોકોનું ધ્યાન પોતાની તરફ ત્યારે ખેંચ્યુ, જ્યારે તેણે બીએસઈ-લિસ્ટેડ ટેક્સટાઈલ કંપની ફેર ડીલ ફિલામેન્ટ્સમાં એક મહત્ત્વપૂર્ણ હિસ્સેદારી ખરીદી હતી. હર્ષદ મહેતાની સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. તેની લાઈફના ઘણા પહેલુઓ છે, જેને સમજવા માટે તમારે તેના પર બનેલી વેબ સીરિઝ જોવા ઉપરાંત તેના વિશે વાંચવું પણ પડશે. છતા ઘણા પાસાઓ વણઉકેલાયેલા જ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp