આશીષ કચોલિયાએ ડિસેમ્બરમાં પોતાના પોર્ટફોલિયોમાં આ બે સ્ટોક્સને શામેલ કર્યા

PC: tickertape.in

શેર માર્કેટના બિગ વ્હેલ તરીકે જાણીતા આશિષ કચોલિયાએ પોતાના પોર્ટફોલિયોમાં ગયા ક્વાર્ટરમાં બે નવા સ્ટોક્સ એડ કર્યા છે. આશિષ કચોલિયાએ ડિસેમ્બર ક્વાર્ટરમાં અલગ અલગ ઇન્ડસ્ટ્રીના Goldiam International અને Raghav Productivity Enhancerમાં નવું રોકાણ કર્યું છે. કચોલિયાના પોર્ટફોલિયોમાં 44 સ્ટોક્સ છે જેની વેલ્યુ 1879.2 કરોડ રૂપિયાથી વધારે છે. તેમાં હોસ્પિટાલિટી, એજ્યુકેશન, ઇન્ફ્રા અને મેન્યુફેક્ચરિંગ સહિત અન્ય કેટલાક સેક્ટર્સના સ્ટોક્સ શામેલ છે. તેમણે વર્ષ 1999માં રાકેશ ઝુનઝુનવાલાની સાથે મળીને હંગામા ડિજિટલની શરૂઆત કરી હતી.

ગોલ્ડિયમ ઇન્ટરનેશનલ જ્વેલરી સેક્ટરની કંપની છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર હાજર આંકડા અનુસાર તેમાં મુકુલ મહાવીર અગ્રવાલ અને રમેશ દામાણી જેવા દિગ્ગજોએ પણ પૈસા લગાવ્યા છે. આશિષ કચોલિયા એ ડિસેમ્બર ક્વાર્ટરમાં આ કંપનીના 11,02,527 ઇક્વિટી શેર ખરીદ્યા છે જે કંપનીમાં 1.01 ટકાની હિસ્સેદારી છે. અગ્રવાલની કંપનીમાં 2.75 ટકા અને દામાણીની 1.58 ટકા હિસ્સેદારી છે.

શેરોની વાત કરીએ તો આજે તે 2.22 ટકાના ઉછાળા સાથે 166.05 રૂપિયાના ભાવ પર બંધ આવ્યો છે. આ વર્ષે 2023માં અત્યાર સુધી તે 22 ટકાથી વધારે ઉછળી ચૂક્યો છે. ગયા વર્ષે 18મી જાન્યુઆરી 2022ના રોજ તે 209.41 રૂપિયાના ભાવ પર હતો જે એક વર્ષનું તેનું રેકોર્ડ સ્તર છે.

રાઘવ પ્રોડક્ટિવિટી એનહેન્સર્સ રેમિંગ માસ બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપની છે. આ કંપનીમાં મુકુલ મહાવીર અગ્રવાલ, રાકેશ કુમાર ગુપ્તા, સુમન મંત્રી અને ઉત્પલ એચ સેઠ જેવા દિગ્ગજોના પૈસા લાગ્યા છે. કચોલિયાએ ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના 2,31,683 ઇક્વિટી શેર ખરીદ્યા છે જે 2.13 ટકા હિસ્સેદારી જેટલા છે. અગ્રવાલની કંપનીમાં 1.64 ટકા, ગુપ્તાની 1.09 ટકા, મંત્રીની 1.14 ટકા અને સેઠની 3.63 ટકાની હિસ્સેદારી છે.

શેરોની વાત કરીએ તો આજે તે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર 2.05 ટકાના કડાકા સાથે 1068.30 રૂપિયાના ભાવ પર બંધ આવ્યો છે. જોકે, આ વર્ષે રાઘવ પ્રોડક્ટિવિટી એનહેન્સર્સે 19 ટકાથી વધારેનું રિટર્ન પ્યું છે. બે દિવસ પહેલા 16મી જાન્યુઆરી, 2023ના રોજ તે 1180 રૂપિયાના ભાવ પર પહોંચ્યો હતો જે તેનું આજ સુધીનું હાઇ લેવલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp