જાન્યુઆરીથી સતત અપર સર્કિટ પર આ સ્ટોક, 22 દિવસમાં રોકાણકારોના પૈસા થયા ડબલ

PC: businesstoday.in

શેર બજારમાં આ વર્ષે અત્યાર સુધી ખૂબ ઉતાર-ચડાવ જોવા મળ્યા છે, પરંતુ આ ઉતાર ચડાવના સમયમાં પણ ઘણી કંપનીઓએ શાનદાર રિટર્ન આપ્યું છે. સ્મોલ કેપ કંપની મંગલમ સીડ્સ લિમિટેડ તેમાંથી એક છે. FMCG સેક્ટરની આ કંપનીના શેરોના ભાવમાં આ વર્ષે અત્યાર સુધી 91 રૂપિયા વધીને 209.60 રૂપિયા લેવલ પર જઇ પહોંચી છે. એટલે કે માત્ર 22 દિવસમાં રોકાણકારોના પૈસા ડબલ થઈ ગયા છે.

મંગલમ સીડ્સ લિમિટેડના શેરોની કિંમત કાલે એટલે કે સોમવારે 5 ટકા ઉછાળા બાદ 209.60 રૂપિયા પ્રતિ શેરના લેવલ પર જઇ પહોંચી હતી.કંપનીના શેરોમાં 13 જાન્યુઆરીથી સતત અપર સર્કિટ લાગી રહ્યા છે. મંગલમ સીડ્સ લિમિટેડે સ્ટોક માર્કેટમાં પોતાના પોઝિશનલ રોકાણકારોને આ વર્ષે 130 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે એટલે કે 2 જાન્યુઆરીના રોજ 1 લાખ રૂપિયાનું રોકાણ કરનારા રોકાણકારોના પૈસા અત્યાર સુધી હોલ્ડ કરવા પર 2.35 લાખ રૂપિયા થઈ ગયા છે.

કંપનીનો IPO વર્ષ 2015માં આવ્યો હતો. ત્યારે ઇશ્યૂ પ્રાઇઝ 50 રૂપિયા હતી. ત્યારથી અત્યાર સુધી કંપનીના શેરમાં 685.02 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જો કોઈ રોકાણકારે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે તો 8 વર્ષમાં તેનું રિટર્ન વધીને 7.85 લાખ રૂપિયા થઈ ગયું હશે. એવામાં જેમણે 5 વર્ષ અગાઉ કંપનીમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે, તેમનું રિટર્ન હવે વધીને 2.11 લાખ રૂપિયા થઈ ગયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ મંગલમ સીડ્સ લિમિટેડના શેરોમાં 111.72 ટકાનો ઉછાળ જોવા મળ્યો છે.

3 વર્ષ અગાઉ આ DCG સેક્ટર કંપનીના શેરની કિંમત 53.90 રૂપિયા હતી. ત્યારે એક લાખનું રોકાણ કરનારા રોકાણકારોના પૈસા અત્યાર સુધી 3 ગણા વધી ગયા છે. સોમવારે મંગલમ સીડ્સ લિમિટેડના શેર 52 અઠવાડિયા હાઇ સ્તર પર પહોંચી ગયા છે. શેર બજારમાં કંપનીના 52 વીક લો 75.95 રૂપિયા છે. એક વર્ષના લઘુત્તમ સ્તરની તુલનામાં આ સ્ટોક 175.97 ટકા ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા છે. મંગલમ સીડ્સ લિમિટેડની માર્કેટ કેપ 230.14 કરોડ રૂપિયાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp