બેંક નિફ્ટીએ 25%ના રિટર્ન સાથે આઉટપર્ફોર્મ કર્યું, બેન્કિંગ શેરો આગળ કેવા રહેશે?

PC: talentproindia.com

બેન્કિંગ શેરોમાં ગયા ત્રણ મહિનાથી તેજી નજરે પડી રહી છે. તેનાથી બ્રોડર માર્કેટમાં સારી તેજી જોવા મળી રહી છે. ઝડપથી વધી રહેલા કન્ઝ્યુમર ગુડ્સ સ્ટોક્સ બાદ સૌથી વધારે ચડનારા શેરોમાં બેન્કિંગ સેક્ટર બીજા નંબરે નજરે પડી રહ્યું છે. આ દરમિયાન બેન્ક નિફ્ટીમાં 25 ટકાની વૃદ્ધિ થઇ છે. જ્યારે, નિફ્ટી 50એ આ અવધિમાં 14 ટકાનું રિટર્ન આપ્યું છે. જોકે, IT સેક્ટરમાં 1 ટકાનો કડાકો જોવા મળ્યો છે.

વિદેશી રોકાણકારો ઓગસ્ટમાં બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેરોમાં ખરીદી કરતા નજરે પડ્યા છે. આ મહિને પણ તેમની ખરીદી ચાલુ જ રહી શકે છે. વિદેશી રોકાણકારોની ખરીદીના કારણે ઓગસ્ટમાં આ ઇન્ડેક્સ 11 ટકા ચડ્યું હતું. જ્યારે, બેન્કિંગ ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં અત્યાર સુધી 5 ટકા વધુ ઉપર ચડ્યું છે. તે સિવાય મ્યુચ્યુઅલ ફંડ્સ પણ બેન્કિંગ શેરોમાં ખરીદી કરી રહ્યા છે.

બેન્કોએ પોતાની બેલેન્સ શીટને ક્લીન કરી દીધી છે અને બેડ એસેટ્સ રિઝોલ્યુશન પહેલા નફામાં રહ્યા છે. તેની સાથે ઇકોનોમિક રિકવરી આવવાથી ક્રેડિટ ડિસ્બર્સલમાં રિબાઉન્ડ નજરે પડ્યું છે. જ્યારે નાણાંકીય વર્ષ 2022માં નવા લોન વોલ્યુમમાં 15 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. તે સિવાય એનાલિસ્ટોએ પણ પસંદગીની બેન્કોના EPS અનુમાન પર વધાર્યા છે. આ બધા કારણોથી બેન્ક નિફ્ટીમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.

એક બજાર એનાલિસ્ટે કહ્યું કે, આપણે જોઇ શકીએ છીએ કે, બેન્કિંગ સેક્ટર પર આઉટલુક પોઝિટિવ બનેલો છે. આ સમયે બેન્કો પાસે ક્લીન્ડ બેલેન્સ શીટ છે. મુખ્ય રૂપે તેમાં નજરે પડી રહેલો ક્રેડિટ ગ્રોથ બેન્કિંગ શેરો પર રોકાણકારોને બુલિશ બનાવી રહી છે. બેન્કિંગ શેરોમાં તેજી ફક્ત લોન ગ્રોથથી જ નહીં પણ જનરલ કંઝમ્પશન ડિમાન્ડમાં પણ વાપસીના કારણે જોવા મળી રહી છે. તેનાથી બેન્કોને ફાયદો થશે.

વાસ્તવમાં બેન્ક લોનમાં વૃદ્ધિ અને આવનારા ક્વાર્ટરમાં લોનની માગ હજુ વધવની આશામાં ઘરેલુ અને વિદેશી રોકાણકારોનો બેન્કિંગ સેક્ટરમાં વિશ્વાસ વધી રહ્યો છે. એક વધુ બજાર નિષ્ણાંત અનુસાર, લોન અવેલેબિલિટી બેન્કો માટે પડકાર ન બનશે. તેમણે કહ્યું કે, રોકાણકારોનું ફોકસ હવે બેન્કોના ગ્રોથ ફેઝ પર હોવું જોઇએ.

બેન્કિંગ શેરો રોકાણકારોની પસંદ બની શકે છે. પણ ગ્રોથ બતાવનારા બેન્કિંગ શેરોની પસંદગી માટે રોકાણકારોને ડિપોઝિટની કડકાઇથી તપાસ કરવી જોઇએ. લોઅર કોસ્ટ ડિપોઝિટ માટે માર્જિનની રક્ષા કરવાની ક્ષમતાના ફેક્ટર હશે, જેના આધાર પર રોકાણકારો બેન્કો વચ્ચે અંતર કરી શકે છે. આ સેક્ટરમાં ટોપ ત્રણ બેન્કોના શેર પર નજર ટકી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp