દુનિયામાં પહેલીવાર ભારતમાં IPOમાં T+3 ફોર્મ્યૂલા, સેબીની મંજૂરી, રોકાણકારોને….

IPOમાં રોકાણ કરનારા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. SEBIએ એવો નિર્ણય લીધો છે જેને કારણે ઇન્વેસ્ટર્સને ફાયદો થશે અને દુનિયામાં પહેલીવાર ભારતમાં IPO માટે આ નિયમ આવી રહ્યો છે.
દેશના ભારતીય IPO માર્કેટમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે અને આ બદલાવ વિશ્વમાં પહેલીવાર ભારતમાં થઈ રહ્યો છે. માર્કેટ રેગ્યુલેટર ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ એટલે કે IPOમાં રોકાણ કરનારા રોકાણકારો માટે સારા સમાચાર આપ્યા છે. SEBI એ IPO માં અરજી કરવા માટે T+3 ફોર્મ્યુલા લાગુ કરવા માટે લીલી ઝંડી આપી છે. આ પછી હવે સમય અડધો થઈ જશે.
SEBIએ IPO લિસ્ટીંગના સમયગાળાને ઘટાડીને અડધો કરી દેવાનો નિર્ણય લીધો છે. બુધવારે સેબીએ એક નિવેદનમાં કહ્યું છે કે, કોઇ પણ કંપની દ્રારા રજૂ થતા IPO સબસ્ક્રિપ્શન પ્રક્રીયા પૂરી થયા પછી લિસ્ટીંગ ડેડલાઇને T+3 કરી દીધી છે.અત્યાર સુધીમાં આ પ્રક્રિયા માટે T+6 ફોર્મ્યુલા અમલમાં હતી. મતલબ કે IPO બંધ થયા પછી 6 દિવસમાં શેરબજારમાં લિસ્ટીંગ થતું હતું, હવે 3 દિવસમાં લિસ્ટીંગ થઇ જશે.
SEBIએ T+3 ફોર્મ્યુલાના લાગૂ કરવાની મંજૂરી આપતા કહ્યું છે કે, આને તબક્કાવાર લાગૂ કરવામાં આવેશે. પહેલા તબક્કામાં 1 સપ્ટેમ્બર 2023 અથવા તે પછી ખુલનારા IPO માટે આ સ્વૈચ્છિક રાખવામાં આવ્યું છે.પરંતુ 1 ડિસેમ્બર 2023 પછી આવનારા IPO માટે આ ફરજિયાત હશે. SEBIએ આ નિર્ણય રોકાણકારો, બેંક, બ્રોકર્સ સહિત અન્ય સંબંધિત લોકો સાથે ચર્ચા કર્યા પછી લીધો છે.
IPO લિસ્ટિંગની પ્રક્રિયામાં થનારા ફેરફારોને લઈને SEBIની બોર્ડ મીટિંગમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. SEBIના આ નિર્ણયથી IPOના લિસ્ટિંગની પ્રક્રિયા ઝડપી બનશે. આ સાથે જે રોકાણકારોને IPOમાં અરજી પર શેરની ફાળવણી ન થઇ હોય તેમને પણ ટૂંક સમયમાં તેમના પૈસા પાછા મળી જશે. આ સુનિશ્ચિત કરશે કે IPO દ્વારા એકત્ર કરાયેલી મૂડી ઝડપથી કંપનીઓ સુધી પહોંચે.
હાલમાં IPO માર્કેટ માટે જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે તે મુજબ, IPO ઓફર કરતી કંપનીઓ બિડિંગ પ્રક્રિયાના અંતના 3 દિવસ પછી શેર ફાળવે છે અને 5માં દિવસે શેરમાં ટ્રેડિંગ માટે મંજૂરી મેળવવા માટે સ્ટોક એક્સચેન્જને લિસ્ટિંગ એપ્લિકેશન સબમિટ કરે છે.નવા ફેરફાર હેઠળ, હવે તેઓએ બિડ સમાપ્ત થયાના બીજા દિવસે સાંજે 6:30 વાગ્યા સુધીમાં આ કામ કરવાનું રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp