કોરોના વાયરસઃ સેન્સેક્સ 1800 અંક તૂટ્યો, 1 મિનિટમાં 6 લાખ કરોડ ડૂબ્યા

PC: india.com

દુનિયાભરમાં સતત વધી રહેલા કોરોના વાયરસના મામલા અને ક્રૂડ ઓઈલના ભાવને લઈને રશિયા અને સાઉદી અરબની વચ્ચે ચાલી રહેલી ઉઠલપાઠલની વચ્ચે ગુરુવારે દલાલ સ્ટ્રીટના કારોબારની શરૂઆત મોટા ગાબડા સાથે થઈ. દુનિયાના તમામ બજારોમાં કોહરામ મચી ગયો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 1800 અંક કરતા વધુ નીચે જતો રહ્યો. નિફ્ટી 499.70 અંકોના ઘટાડા સાથે 9958.70ના સ્તર પર ખુલ્યો. તો બીજી તરફ શરૂઆતી કારોબારમાં અમેરિકી ડૉલરની સરખામણીમાં ભારતીય મુદ્રા રૂપિયો 82 પૈસા તૂટીને 74.50ના સ્તર પર ખુલ્યો.

આજે એટલે કે ગુરુવારે ભારતીય ઘરેલૂ શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના 30માંથી ત્રીસેય ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 9 વાગીને 26 મિનિટ પર સેન્સેક્સ 1741.42 અંક એટલે કે 4.88 ટકા ઘટીને 33955.98 અંકના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ 500 કરતા વધુ અંક નીચે જઈને 10 હજારના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી 506.60 અંક એટલે કે 4.84 ટકાના ઘટાડા સાથે 9951.80 પર ટ્રેડ કરી રહ્યો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કોરોના વાયરસને આધિકારીકરીતે વૈશ્વિક મહામારી જાહેર કરી દીધી છે. જેને લઈ ઘણા દેશોએ પોતાની ઈન્ટરનેશનલ બોર્ડર બંધ કરવાની શરૂઆત કરી દીધી છે. કોરોના વાયરસના કારણે માત્ર ભારતીય બજાર જ નહીં પરંતુ અમેરિકી બજારમાં પણ જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. બુધવારે અમેરિકી શેરબજારમાં જબરદસ્ત 6 ટકાનો ઘટાડો નોંધાયો છે, બેન્ચમાર્ક ડાઉ જોન્સ 1400 અંકો કરતા વધુ નીચે ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp