દુનિયામાં દશકનો સૌથી બરબાદ IPO રહ્યો PAYTM,રોકાણકારોના 79 ટકા રૂપિયા ધોવાયા

PC: fortuneindia.com

Paytmની પેરેન્ટ કંપની One 97 Communications Limitedનો IPO ગયા વર્ષે નવેમ્બરમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. લોન્ચિંગ પહેલા આ IPOને લઈને જબરદસ્ત વાતાવરણ હતું. પરંતુ એક વર્ષમાં Paytmના શેરોએ રોકાણકારોને કંગાળ બનાવી દીધા છે.

યૂઝર્સની સંખ્યા વધારે હોવાને કારણે ગયા વર્ષે  જયારેPAYTMનો IPO આવ્યો હતો ત્યારે રોકાણકારોમાં ભારે ઉત્સાહ હતો. પરંતુ Paytm એ એક વર્ષમાં તેના રોકાણકારોને પાયમાલ કરી દીધા છે. હવે Paytmના નામ પર આવા રેકોર્ડ જોડાઈ રહ્યા છે, જેને સાંભળીને રોકાણકારોનો ગભરાટ વધી રહ્યો છે.

આ કંપનીનો ઈશ્યુ છેલ્લા એક દાયકામાં વિશ્વનો સૌથી ખરાબ IPO સાબિત થયો છે. વાસ્તવમાં, Paytmનો સ્ટોક તેની ઊંચાઈથી 75 ટકાથી વધુ ઘટી ગયો છે. એટલે કે, Paytmની ઓપરેટિંગ કંપની One 97 Communications Limitedનો IPO લિસ્ટિંગના પ્રથમ વર્ષમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર IPO રહ્યો છે. આંકડાઓ અનુસાર છેલ્લા એક દાયકામાં કોઈ કંપનીના IPOમાં આટલો મોટો ઘટાડો જોવા મળ્યો નથી.

બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ છેલ્લાં એક દશકમાં જેટલાં IPO આવ્યા તેમાં, સૌથી વધારે ખરાબ પ્રદર્શન PAYTMનું રહ્યું છે. અત્યાર સુધીમાં રોકાણકારોના 79 ટકાનું ધોવાણ થયું છે. આ પહેલાં વર્ષ 2012માં સ્પેનના Bankia SA’Sના શેરમાં 82 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

ગુરુવારે શેરબજારમાં જોરદાર ઉછાળો છતાં Paytm નો શેર લગભગ અઢી ટકાના ઘટાડા સાથે રૂ.441 પર બંધ થયો હતો. ગયા અઠવાડિયે શરૂઆતમાં, જાપાનીઝ સોફ્ટબેંક ગ્રૂપ દ્વારા આશરે રૂ. 1,750 કરોડના શેર વેચવાના સમાચારને કારણે,Paytmના શેરમાં કડાકો બોલી ગયો હતો.

હવે જેઓ Paytm ના IPO માં રોકાણ કરે છે તેઓ સમજી શકતા નથી કે ઘટાડો ક્યારે અટકશે? છેલ્લા એક મહિનામાં Paytmના શેરમાં 32 ટકાથી વધુનો ઘટાડો થયો છે.

PAYTMનો શેરનો પ્રાઇસ બેન્ડ 2080થી 2150 રૂપિયા હતો. નવેમ્બર 2021ના દિવસે શેરબજારમાં લિસ્ટીંગ થયો હતો ત્યારે 9 ટકા ડિસ્કાઉન્ટ સાથે 1950 પર ખુલ્યો હતો. એ  પછી એવો ધબડકો વળી ગયો કે શેરનો ભાવ સીધો 441 પર આવી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp