ઝુનઝુનવાલાના આ શેરની કિંમત 100થી પણ નીચે જઇ શકે, તમે શું કરશો

PC: thehindubusinessline.com

શેર માર્કેટના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ સૌથી નવા શેરોમાંનો એક શેર SAIL છે. જેમાં આવનારા દિવસોમાં ઘટાડો થવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. આ શેરનો ભાવ રૂપિયા 100થી નીચે જઇ શકે છે. હાલમાં આ શેરનો ભાવ 121 રૂ. છે. મેટલ સેક્ટરની આ લાર્જકેપ કંપનીના શેરમાં ઝુનઝુનવાલાએ ખરીદારી કરી હતી. જે તેમના સૌથી નવા રોકાણમાનું એક છે. શેરમાં પાછલા દિવસોમાં સારી તેજી જોવા મળી ચૂકી છે.

આ શેરમાં ઝુનઝુનવાલાની હિસ્સેદારી 1.4 ટકા છે. પાછલા જૂન ક્વાર્ટરમાં આ શેરને પોર્ટફોલિયોમાં સામેલ કર્યો હતો. તેમની પાસે કંપનીના 57500000 શેર છે. જેની કરંટ શેર પ્રાઇસ વેલ્યૂ 694 કરોડ જેવી છે.

દિગ્ગજ રોકાણકારોની પસંદ

SAIL કંપનીનો શેર દિગ્ગજ રોકાણકારોની પસંદ રહ્યો છે. જૂન ક્વાર્ટરમાં આ શેરમાં મ્યુચ્યુઅલ ફંડની હિસ્સેદારી 5.59 ટકા છે. જ્યારે વિદેશી રોકાણકારો એટલે કે FIIની હોલ્ડિંગ 5.01 ટકા છે. માર્ચ ક્વાર્ટરમાં મ્યુચ્યુઅલ ફંડની હિસ્સેદારી 5.67 ટકા હતી. જ્યારે FIIની હોલ્ડિંગ 4.32 ટકા હતી. શેરમાં DIIની હિસ્સેદારી 15.6 ટકા છે. આમાં પ્રમોટર્સની 65 ટકા જેટલી હિસ્સેદારી છે.

1 વર્ષ પહેલા 200 ટકાનું રિટર્ન

મેટલ સેક્ટરમાં આ લાર્ડકેપ શેરે રોકાણકારોને પાછલા એક વર્ષમાં માલામાલ કર્યા છે. પાછલા એક વર્ષનું રિટર્ન 205 ટકા રહ્યું છે. આ દરમિયાન શેરનો ભાવ 39 રૂપિયાથી વધીને 121 રૂપિયા પર પહોંચી ગયો. 2021માં આ શેરે 62 ટકા રિટર્ન આપ્યું છે. પાછલા 6 મહિનાનું રિટર્ન 57 ટકા રહ્યું છે. લાંબા સમયમાં આ શેર નફાકારક રહ્યો છે. 5 વર્ષમાં રોકાણકારોને આ શેરે 160 ટકાની આસપાસ રિટર્ન આપ્યું છે.

જૂન ક્વાર્ટરમાં SAILનો નફો 3897 કરોડ રૂપિયા રહ્યો

જૂન ક્વાર્ટરમાં SAILનો નફો 3897 કરોડ રૂપિયા રહ્યો હતો. જ્યારે એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં કંપનીને 1226 કરોડની ખોટ થઇ હતી. આ દરમિયાન કંપનીની આવક વાર્ષિક આધારે 122 ટકા વધીને 20755 કરોડ રૂપિયા રહી હતી. એક વર્ષ પહેલા આજ ક્વાર્ટરમાં કંપનીની આવક 9346 કરોડ રૂપિયા હતી. કંપનીનો કુલ ખર્ચ જૂન ક્વાર્ટરમાં 15604 કરોડ રૂપિયા રહ્યો હતો. જે એક વર્ષ પહેલા આજ ક્વાર્ટરમાં 11325 કરોડ રૂપિયા હતા.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવમાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જરૂરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp