સેબીએ 4 સ્ટોક બ્રોકર્સના રજિસ્ટ્રેશન રદ કરી દીધા

રોકાણકારોના હીત અને શેરબજારના નિયમન માટે કામ કરતી સિક્યોરીટી એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ 4 સ્ટોક બ્રોકર્સના રજિસ્ટ્રેશન રદ કરી દીધા છે.
(1) સિંગલ વિંડો સિક્યોરીટીઝ (2) સનનેસ કેપિટલ ઇન્ડિયા (3) GACM ટેક્નોલોજી (4) ઇન્ફોટેક પોર્ટફોલિયો.સેબીએ 4 અલગ અલગ આદેશમાં જણાવ્યું છે કે, આ કંપનીઓના રજિસ્ટ્રેશન રદ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, તેઓ BSE-NSE જેવા માન્ય શેરબજારોના સભ્ય નથી છતા રોકાણકારોના કામ કરી રહ્યા છે. જેના કારણે રોકાણકારોને છેતરપિંડીનું જોખમ ઉભું થઇ શકે છે.
સેબીએ સ્પષ્ટતા કરી છે કે રજિસ્ટ્રેશન રદ કર્યા બાદ પણ જો તેમના દ્વારા કરવામાં આવેલી કોઇ પણ કાર્યવાહી કે ચૂક માટે તેઓ પોતે જવાબદાર રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp