મોદી સરકારે બીજીવાર દેશની કમાન સંભાળતા જ શેરબજારમાં તેજી, સેન્સેક્સ 40000ને પાર

PC: etimg.com

મોદી સરકારના બીજા કાર્યકાળની શરૂઆત શેર બજારમાં ધમાકેદાર રહી. શુક્રવારે બજાર ખુલતા જ બંને મહત્ત્વપૂર્ણ સૂચકાંકોમાં જબરદસ્ત તેજી જોવા મળી. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 187 અંકોની તેજીની સાથે ખુલ્યો અને 40000ના સ્તરને પાર કરી ગયા. બીજી અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 12000ના સ્તરને તોડીને ટ્રેડ કરી રહ્યા છે.

હાલ BSE સેન્સેક્સ 254 અંકોની તેજી સાથે 40086 અંકો પર કારોબાર કરી રહ્યા છે. તેમજ બીજી તરફ NSEનો નિફ્ટી 79.90 અંકોની તેજી સાથે 12025 અંકો પર ટ્રેડ કરી રહ્યો છે. ગુરુવારે સેન્સેક્સ 329.92 અંકોની તેજી સાથે 39831.97 અંક પર અને નિફ્ટી 84.80 અંક મજબૂત થઈને 11945.90ના અંક પર બંધ થયો હતો.

આજે ઈન્ફ્રા અને પાવરને છોડીને તમામ પ્રકારના શેરોમાં તેજીનો દોર જોવા મળી રહ્યો છે. આજે સૌથી ઝડપથી વધનારા શેરોમાં બર્જર પેઈન્ટ્સ સામેલ છે. આ શેક કાલની સરખામણીમાં 7 ટકા વધી ચુક્યો છે. તેમજ શ્રીરામ ટ્રાન્સપોર્ટ, જય કોર્પ અને અપોલો હોસ્પિટલ જેવા શેર પર લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp