સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો કડાકો, રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા સ્વાહા

PC: khabarchhe.com

નબળા વૈશ્વિક સંકેતોને પગલે ભારતીય શેરમાર્કેટ ધ્વસ્ત થયું હતું. શેરમાર્કેટ કડડભૂસ થતા સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 300 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. શેરમાર્કેટમાં કડાકાથી રોકાણકારોને 4 લાખ કરોડ રૂપિયાનું જંગી નુકસાન થયું છે. સતત ત્રીજા દિવસે શેરમાર્કેટમાં ઘટાડાનો ટ્રેન્ડ રહ્યો હતો. અમેરિકન ફેડ રિઝર્વે મોંઘવારીને અંકુશમાં લાવવા માટે સતત ત્રીજી વાર વ્યાજદરોમાં વધારો કર્યો હતો અને આગળ પણ વધારાના સંકેત આપ્યા હતા. જેને કારણે દુનિયાભરના દેશોના સ્ટોકમાર્કેટમાં પણ અફરાતફરી મચી ગઇ હતી. આ કડાકાથી BSEમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 4 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 277.58 લાખ કરોડ થઇ ચૂકી છે.

બપોરે 2.30 વાગ્યા બાદ સેન્સેક્સ 1021 પોઇન્ટ એટલે કે 1.73 ટકાના કડાકા સાથે 58098 પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી પણ 297ના ઘટાડા સાથે 17332 પર ટ્રેડ કરતો હતો. પ્રારંભિક કારોબારમાં પાવર ગ્રિડ, ઇંડસઇંડ બેન્ક, એચડીએફસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એક્સિસ બેન્કના શેર્સ રેડ સિગ્નલમાં રહ્યા હતા. જ્યારે તાતા સ્ટીલ, હિંદુસ્તાન યુનિલિવર, સન ફાર્મા, ઇંફોસિસ, એચસીએલ ટેક્નોલોજી અને ડૉ. રેડ્ડીઝ લેબના શેર્સમાં તેજી જોવા મળી હતી. અન્ય એશિયન માર્કેટમાં સિયોલ, ટોક્યો અને શાંઘાઇ તેમજ હોંગકોંગના માર્કેટ નુકસાનમાં ટ્રેડિંગ કરી રહ્યા હતા.

છેલ્લા ટ્રેડિંગ સેશનની સ્થિતિ

ગત કારોબારી સેશન દરમિયાન, 30 શેર્સ પર આધારિત સેન્સેક્સ 337 અર્થાત્ 0.57 ટકાના ઘટાડા સાથે 59,119.72 પર બંધ રહ્યો હોત. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં પણ 88.55 અર્થાત્ 0.50 ટકાના ઘટાડા સાથે તે 17,629.80 પર બંધ રહ્યો હતો. આ વચ્ચે બ્રેંટ ક્રૂડ 0.50 ટકાના ઘટાડા સાથે 90.02 ડોલર પ્રતિ બેરલ ભાવ પહોંચ્યો હતો. FIIએ પણ ગુરુવારે માર્કેટમાંથી 2,509.55 કરોડના શેર્સનું વેચાણ કર્યું હતું.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp