એક્ઝિટ પોલમાં PM મોદીની જીતથી શેર બજાર ગદગદ, નિફ્ટીએ રેકોર્ડ નોંધાવ્યો

PC: jammulinks.news

લોકસભા ચૂંટણીને લઇને રવિવારે આવેલા એક્ઝિટ પોલને લઇને પરિણામો બાદ મજબૂત સરકાર બનવાની સંભાવનાથી ખુશ શેર બજારે રેકોર્ડ સર્જી દીધો છે. BSE ના 30 શેરવાળાં પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ 1421 પોઇન્ટ ચઢીને 39,352ના સ્તર પર બંધ થયો તો બીજી તરફ NSEના 50 શેર વાળાં પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટી 425 પોઇન્ટ ઉછળીને 11832ના સ્તર પર બંધ છે. એક્સપર્ટનું કહેવું છે કે નિફ્ટીમાં એક દિવસના પોઇન્ટના આધારે આ બીજી મોટી તેજી છે. આવનારા કેટલાક દિવસોમાં શેરબજારમાં 2થી 3 % તેજી આવવાની અપેક્ષા છે. નિવેશકોના શેર બજારમાં પોતાના પૈસૈ વધી શકે છે.

આ પહેલા નિફ્ટી 18મે 2009ના રોજ 651 પોઇન્ટ ઉછળ્યો હતો, આ ઉપરાંત 25 જાન્યુઆરી 2008ના રોજ નિફ્ટી 350 અંક ઉછળ્યો હતો.

માર્કેટના જાણકાર ઉદયન મુખર્જીનું કહેવું છે કે એક્ઝિટ પોલના આંકડા અને મોદી સરકારનું ફરીથી સત્તામાં પરત આવવાની અપેક્ષાથી બજારમાં તેજી જોવા મળી રહી છે. ચૂંટણીના પરિણામ કો આ રીતના જ રહ્યાં તો નિફ્ટી 12,000 ના સ્તર પર પહોંચી શકે છે.

જાણકારો સલાહ આપી રહ્યાં છે કે રોકાણકારો આવનારા થોડા દિવસો સુધી બજારમાં રેલીમાં ભાગીદારી કરવી પડશે અને પસંદગીના સેક્ટર પર ધ્યાન આપવામાં આવે. બજારમાં આ રેલીમાં ફાર્મા, બ્લુચિપ શેર, આઇટી સેક્ટર ભાગીદારી નહી કરે તેથી બજારમાં રેલીમાં ક્વોલિટી મિડકૈપ શેરોમાં ખુલીને રોકાણ કરવાની સલાહ હશે. RBI વ્યાજદરોમાં 1 વખતથી વધારે કાપ મુકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp