ટાટા મોટર્સના શેરે આ વર્ષમાં 8 ટકા નેગેટિવ રિટર્ન આપ્યું, હવે શું કરવું?

ટાટા મોટર્સના શેરે આ વર્ષમા રોકાણકારોને જબરદસ્ત નિરાશ કર્યા છે. આ વર્ષમાં આ શેરે 8 ટકા નેગેટિવ રિટર્ન આપ્યું છે. સોમવારે શેરનો ભાવ 52 સપ્તાહની સૌથી નીચી સપાટી 717 પર પહોંચી ગયો હતો. 2023માં 696 રૂપિયાનો ભાવ હતો. જો કે મંગળવારે ટાટા મોટર્સના શેરનો ભાવ 737 સુધી પહોંચ્યો હતો.

શેરબજારના નિષ્ણાતોનુ માનવું છે કે, આ લેવલથી ટાટા મોટર્સના શેરમાં ખરીદી કરી શકાય. ટાટા મોટર્સના શેરનો 52 સપ્તાહનો સૌથી ઉંચો ભાવ 1179 હતો તેનાથી 40 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે. બજારના જાણકારો આ લેવલથી 970 સુધી પહોંચી શકે એવું કહી રહ્યા છે.

અમારી સલાહ છે કે શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp