અદાણીનો આ શેર લેવા બ્રોકરેજ હાઉસિસ આપી રહ્યા છે સલાહ

PC: khabarchhe.com

અદાણી ગ્રુપની પોર્ટ કંપની અદાણી પોર્ટ્સને લઇને બ્રોકરેજ હાઉસ ઘણા ઉત્સાહિત નજરે પડી રહ્યા છે. આજે અદાણી પોર્ટ્સના શેરના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. કંપનીના ડેટ સિક્યોરિટીઝના બાયબેક પ્લાન પર રોકાણકારો શેરોની ખરીદી કરી રહ્યા છે જેના દમ પર આ શેરમાં લગભગ 3 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર તેનો ભાવ 2.84 ટકાના ઉછાળા સાથે 677.15 રૂપિયા પર ટ્રેડ થઇ રહ્યો છે. ઇન્ટ્રા ડેમાં તો તેનો ભાવ 678.84 સુધી પણ પહોંચી ગયો હતો. કંપનીના કેપિટલ એક્સપેન્ડિચર પ્લાન પર બ્રોકરેજ ફર્મ CLSAએ ફિદા થઇને ટાર્ગેટ પ્રાઇસ વધારી દીધો છે. અદાણી પોર્ટ્સના શેર 810 રૂપિયા સુધી પહોંચી શકે છે જે હાલના ભાવથી લગભગ 20 ટકા ઉપર છે.

અદાણી પોર્ટ્સે નાણાંકીય વર્ષ 2022થી નાણાંકીય વક્ષ 2025ની વચ્ચેના કેપિટલ એક્સપેન્ડિચર પ્લાનમાં ફેરફાર કર્યો છે અને હવે તેનું ફોકસ EBITDAની સરખામણીમાં પોતાના દેવાને ઘટાડીને 2.5 ગણા સુધી લાવવા પર છે. હિંડનબર્ગના ઝાટકામાંથી ગ્રુપ ઉપર ઉઠવાની કોશિશ કરી રહ્યું છે, કંપનીનું ફોકસ પોતાના કોર બિઝનેસ તરફ વળવાનું છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2022થી 24ની વચ્ચે EBIDTAના ગ્રોથ ડબલ ડિજિટમાં રાખવાનો છે.

આ બધા કારણોથી બ્રોકરેજ ફર્મ CLSAએ આ શેરમાં બાય રેટિંગ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ 700 રૂપિયાથી વધારે 790 રૂપિયા કરી દીધો છે. જ્યારે, હાલમાં જ ગોલ્ડમેન સેક્સે પણ આ શેરમાં બાય રેટિંગને તટસ્થ રાખી હતી અને 810 રૂપિયાનો ટારગેટ પ્રાઇસ નક્કી કર્યો છે. મોર્ગન સ્ટેનલીએ 690 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ પર તેને ઓવરવેટની રેટિંગ આપી છે.

ગયા સપ્તાહમાં અદાણી પોર્ટ્સે પુડ્ડુચેરીમાં નાણાંકીય સંકટથી હેરાન થઇ રહેલા કરાઇકલ પોર્ટને 1485 કરોડ રૂપિયામાં ખરીદવાનું એલાન કર્યું હતું. જેનાથી પૂર્વ તટ પર અદાણી ગ્રુપની સ્થિતિ વધુ મજબૂત થશે. આ ખરીદી પછી અદાણી ગ્રુપ પાસે દેશમાં 14 પોર્ટ્સ થઇ જશે. આ અધિગ્રહણને NCLTની ચેન્નાઇ બેન્ચ તરફથી 3જી એપ્રિલના રોજ મંજૂરી મળી ગઇ છે. પાછલા ત્રણ વર્ષમાં તેણે પૂર્વના તટ પર આંધ્ર પ્રદેશમાં કૃષ્ણાપટ્ટનમ અને ગંગાવરમ પોર્ટ્સને ખરીદ્યું હતું. તેની પાસે પહેલેથી જ પૂર્વ તટ પર ધમરા, કટ્ટુપલ્લી, ઇન્નોર અને વિશાખાપટ્ટનમના પોર્ટ્સ અને ટર્મિનલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp