શું અંબાણી બ્રિટનની કંપની 66 હજાર કરોડમાં ખરીદી શકશે? બે ગુજરાતીઓ મેદાનમાં છે

PC: scmp.com

બ્રિટનની એક ફાર્મા કંપનીને હસ્તગત કરવા માટે બે ગુજરાતી વચ્ચે મોટી ર્સ્પધા ઉભી થઇ છે.66 હજાર કરોડની આ ડીલ માટે મુકેશ અંબાણી અને  મૂળ ભરૂચના અને બ્રિટનનામાં બિઝનેસ કરતા બે ભાઇઓ ટકકર આપી રહ્યા છે.

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી હવે UKની બીજી મોટી કંપની ખરીદવા માંગે છે. પરંતુ આ વખતે તેને બે બ્રિટિશ-ગુજરાતી ભાઈઓ તરફથી સખત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. જેમ જેમ આ કંપનીને ખરીદવા માટે બિડિંગની છેલ્લી તારીખ નજીક આવી રહી છે તેમ તેમ આ સ્પર્ધા રસપ્રદ બની રહી છે.

UK ફાર્માસ્યુટિકલ રિટેલ ચેઇન Bootsના ડીલનો આખો મામલો છે, તેને ખરીદવાની અંતિમ બિડિંગની ડેડ લાઇન આવતા સપ્તાહે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેનો રિટેલ બિઝનેસ વધારવા માટે તેને ખરીદવા માંગે છે અને આ માટે તેણે કંપની Apollo Global Management Incને ખરીદી લીધી છે.

પરંતુ હવે આ ડીલ પૂર્ણ કરવા માટે તેઓ બ્રિટિશ અબજોપતિ Issa Brothers સાથે સ્પર્ધા કરી રહ્યા છે. બ્લૂમબર્ગે આ બાબતના જાણકાર સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે Issa Brothersએ બિડિંગના પ્રથમ રાઉન્ડમાં આ સોદા માટે સૌથી વધુ બિડ સબમિટ કરી છે.

આ બ્રિટિશ-ગુજરાતી-મુસ્લિમ ભાઈઓના મૂળ ભારતમાં ભરૂચ સાથે જોડાયેલા છે. મોહસીન ઈસા અને ઝુબેર ઈસા હાલમાં યુરો ગેરેજ નામની કંપની ચલાવે છે. તે યુરોપની સૌથી મોટી પેટ્રોલ પંપ કંપનીઓમાંની એક છે. આ સાથે તેની પાસે બ્રિટિશ સુપરમાર્કેટ ચેઈન કંપની Asda અને રેસ્ટોરન્ટ ચેઈન કંપની Leon પણ છે. છેલ્લા કેટલાક સમયથી બંને ભાઈઓ અનેક કંપનીઓ હસ્તગત કરીને મોટા બિઝનેસ અમ્પાયર બનાવવાની તૈયારી કરી રહ્યા છે.

આવી સ્થિતિમાં તેઓ પણ Boots કંપનીને પોતાના હાથમાંથી જવા દેવાની ભૂલ કરવા માંગતા નથી. બ્લૂમબર્ગે પોતાના સમાચારમાં કહ્યું છે કે બંને ભાઈઓ આ ડીલ TDR કેપિટલ સાથે મળીને કરવા માંગે છે. સોદા માટે નાણાં એકત્ર કરવા માટે તેણે Asdaના નામે વધુ દેવું તેમજ કંપનીની કેટલીક મિલકતો વેચવાનું મન બનાવી લીધું છે. સમાચાર અનુસાર, Boots ની પેરેન્ટ કંપની WalGreens આ ડીલ માટે $8.5 બિલિયન (લગભગ 65,865 કરોડ રૂપિયા)ની આસ્ક પ્રાઈસ રાખી છે. આ રીતે તે વિશ્વની સૌથી મોટી બિઝનેસ ડીલ્સમાંથી એક બનવા જઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp