Apple 2018માં રીલિઝ કરી શકે છે તેનું સૌથી સસ્તુ iPad, જાણો કિંમત

PC: timeincuk.net

Apple યુઝર્સ માટે કંપની 2018માં તેનું અત્યાર સુધીનું સસ્તુ iPad લોન્ચ કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે તેની કિંમત લગભગ 16000 રૂપિયાની હશે. સસ્તી કિંમતની સાથે તેમાં ઘણા બધા નવા ફિચર્સ પણ આપવામાં આવશે. Appleનું આ બજેટ iPad 9.7 ઈંચની સ્ક્રીનવાળું હશે. તેને 2018ના પહેલા છ મહિનામાં લોન્ચ કરવામાં આવશે.
માનવામાં આવી રહ્યું છે કે આ iPad Samsung અને Lenovoને જોરદાર કોમ્પિટીશન આપશે. હાલમાં જે iPad 2017 ઉપલબ્ધ છે તેની કિંમત 28,000ની છે. નવા આવનારા iPadમાં iPad 2017ના કેટલાક ફિચર્સ હશે. 2017માં Appleએ બે નવા ટેબ્લેટ મોડેલ લોન્ચ કર્યા હતા. iPad Proને પ્રિમીય ટેબ્લેટ સેક્શન અને iPad 2017ને એવરેજ ટેબ્લેટ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યા હતા. Appleએ હાલમાં જ દાવો કર્યો હતો કે કંપનીએ આ વર્ષે 10 મિલિયન ટેબ્લેટ એક્સપોર્ટ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp