સાડા ચાર હજાર જેટલી ઓછી કિંમતમાં મળશે અનેક ફીચર્સથી ભરપૂર આ ફોન

PC: writers.pricebaba.com

Intexએ એન્ટ્રી લેવલ 4G સ્માર્ટ ફોન Aqua Lion T1 Liteને લોન્ચ કર્યો છે. આ પહેલા કંપનીએ Aqua Lion T1ને લોન્ચ કર્યો હતો જેના બાદ Intexએ તેનું અપડેટેડ વર્ઝન માર્કેટમાં લોન્ચ કર્યુ છે.

Intexનો આ નવો સ્માર્ટ ફોન Aqua Lion T1 Lite અનેક વિશેષતાઓથી ભરપૂર છે. સૌથી ખાસ વિશેષતા તો એ છે કે આ સ્માર્ટ ફોન માત્ર સાડા ચાર હજારની કિંમતમાં મળી રહે છે.

5 ઈંચની હાઈ ડેફીનેશન સ્કીન સાથે Intexએ આ ફોન લોન્ચ કર્યો છે, તો સાથે આ સ્માર્ટ ફોનમાં 1.3 Ghzનું મીડિયાટેક ક્વૉડ ફોર પ્રોસેસર છે. આ ફોનમાં 5 મેગા પિક્સલ રિઅર કેમેરા આપવામાં આવ્યો છે તો સેલ્ફી પાડવા માટે ફ્રન્ટ સાઈડ 2 મેગા પિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે.

2200 Mhzની બેટરી આ ફોનમાં આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે ફોનની બેટરી 6 કલાકના ટોક ટાઈમ સુધી ચાલે છે. ડયુઅલ સિમના આ સ્માર્ટ ફોનમાં કનેક્ટિવીટી માટેના પણ સારા ફીચર્સ આપવામાં આવ્યા છે. જેમાં 4G VOLTE, WIFI, બ્લૂ ટૂથ અને માઈક્રો યુએસબી જેવા ઓપ્શન પણ આપવામાં આવ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp