ડ્યૂઅલ રિયર કેમેરાથી સજ્જ Moto X4 થયો લોન્ચ

14 Nov, 2017
11:31 PM

સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપની Motorolaએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Moto X4 લોન્ચ કરી  દીધો છે. આ ફોનની કિંમત 3 GB રેમ, 32 GB સ્ટોરેજ માટે 20,999 રૂપિયા રાખવામાં આવી છે અને 4 GB રેમ, 64 GB સ્ટોરેજ માટે 22,999 રૂપિયા રાખવામાં આવી છે. ફોનમાં 12 અને 8 MPનો ડ્યૂઅલ કેમેરો અને 16 MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 5.2 ઈંચની ફૂલ HD સ્ક્રીન, સ્નેપડ્રેગન 630 ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 3000 mAHની બેટરી છે.

Leave a Comment: