હવે Hike એપથી પણ બુક કરી શકશો Ola કેબ

PC: windowscentral.com

ટેક્સીની સુવિધા આપનારી Olaએ Hike મેસેન્જર સાથે પાર્ટનરશીપ કરી હોવાની ઘોષણા કરી છે. આથી હવે Hike એપ યુઝ કરતા યુઝર્સ એપની મદદથી Ola ટેક્સી બુક કરાવી શકશે. ટેક્સી કરાવવા માટે હવે તમારે અલગથી Ola કેપ ખોલવાની જરૂર નથી. ત્યારે પેમેન્ટ કરવા માટે યુઝર્સ Hike પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કરી શકશે.

Hike મેસેન્જરે ગયા વર્ષે જૂન મહિનામાં જ UPI  બેસ્ડ પેમેન્ટ સર્વિસ લોન્ચ કરી હતી. Hikeના ફાઉન્ડર અને સીઈઓ કેવીન ભારતી મિત્તલે આ અંગે કહ્યું હતું કે, અમને જાહેરાત કરતા ઘણી ખુશી થાય છે કે હવે અમારા યુઝર્સ સરળતાથી એપની મદદથઈ પોતાના માટે ટેક્સી બુક કરાવી શકશે અને આ રીતે કોઈ કેબ સર્વિસ આપવાવાળું દેશનું પહેલું મેસેન્જર એપ બની ગયું છે. આનાથી યુઝર્સને એક એપમાંથી બહાર નીકળી બીજા એપમાં જવાની ઝંઝટમાંથી રાહત મળશે.

તમે Hike મેસેન્જર વોલેટમાંથી પણ પેમેન્ટ કરી શકો છો. તમે Hike મેસેન્જર દ્વારા Ola કેબની બધી સર્વિસનો ઉપયોગ કરી શકો છો,જેમાં Micro, Prime, Lux અને Autoનો પણ સમાવેશ થાય છે. બુકિંગ માટે તમારે એપના મી ટેબ પર ક્લિક કરીને સર્વિસને વાપરી શકો છો. અથવા જે રીતે Olaના એપમાં બુકિંગ કરાવો છો તે રીતે પણ કરાવી શકો છો. હાઈકના વોલેટથી પેમેન્ટ કરાતા તમનો કેશબેકનો પણ લાભ મળશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp