Xiaomiએ લોન્ચ કરેલા Redmi Note 5 અને Note 5 pro શું છે ખાસ?

PC: gsmarena.com

Xiaomi કંપનીએ હાલમાં જ તેના નવા બે સ્માર્ટફોન Redmi Note 5 અને Redmi Note 5 proને લોન્ચ કર્યા છે. તેની સાથે કંપનીએ દુનિયાનું સૌથી સ્લીમ ટીવી Mi Tv 4 પણ લોન્ચ કર્યું હતું. કંપનીએ ફોનમાં ફીચર્સ પવાની સાથે તેની કિંમતનું પણ પૂરતું ધ્યાન રાખ્યું છે. તો ચાલો જોઈ લઈએ બંનેમાંથી કયો ફોન સારો છે અને કોને ખરીદવો ફાયદાકારક રહેશે.

Redmi Note 5માં ડ્યુઅલ સીમ સપોર્ટ, 5.99 ઈંચની ફુલ એચડી ડીસપ્લે આપી છે, જેનો એસ્પેક્ટ રેશિયો 18:9નો છે. ડીસપ્લે પર 2.5D કર્વ્ડ ગ્લાસનું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ સિવાય ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન ઓક્ટકોર 625 પ્રોસેસર, ગ્રાફિક્સ માટે એડ્રેનો 506 જીપીયુ, 3GB/4GB RAM, 32GB/64GB સ્ટોરેજ અને ફીંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

કેમેરાની વાત કરીએ તો તેમાં 12 મેગાપિક્સેલનો રિઅર કેમેરો અને 5 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. બંને કેમેરાની સાથે એલઈડી ફ્લેશ લાઈટ અને 3.0 બ્યુટીફીકેશન આપવામાં આવી છે. Redmi Note 5ના 3 GB રેમ અને 32GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 9999 રૂ. અને 4GB/64GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 11,999 રૂપિયા છે. આ ફોનની સાથે મોબાઈલ કવર પણ ફ્રીમાં મળશે, જે ફોનના બોક્સમાં જ હશે.

Redmi Note 5 proની વાત કરીએ તો તેમાં 5.99 ઈંચની ડીસપ્લે હશે. આ ફોનમાં સ્નેપડ્રેગન 636 પ્રોસેસર છે, તેની સાથે ક્વોલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર સાથે આવનારો દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે. આ ફોન 4GB/6GB Ram, 64GB સ્ટોરેજ સાથે ફોન ઉપ્લબ્ધ થશે. આ ફોનમાં iPhone X જેવા ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ હશે. જેમાં એક કેમેરો 12 મેગાપિક્સેલ અને બીજો 5 મેગાપિક્સેલનો હશે. આ ફોનમાં ફ્રન્ટ કેમેરો 20 મેગાપિક્સેલનો હશે. ફોનના રિઅર અને ફ્રન્ટ બંને કેમેરા સાથે બ્યુટી 4 ફીચર મળશે, જેની મદદથી તમે સરળતાથી ફોટો એડીટ કરી શકશો.

આ સિવાય ફોનમાં 4000 mAhની બેટરી, એન્ડ્રોઈડ નૂગટ 7.0, ફીંગર પ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર હશે. આ ફોનના 4GB/64GB વેરીયન્ટની કિંમત 13,999 રૂ. અને 6GB/64GB વેરીયન્ટની કિંમત 16,999 રૂ. રાખવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp