26th January selfie contest

લાખોની નોકરી છોડી 3 મિત્રોએ બનાવી ટ્રેકિંગ કંપની, વાર્ષિક ટર્નઓવર 1 કરોડ

PC: digitaloceanspaces.com

કોર્પોરેટની દુનિયાને અલવિદા કરી આ ત્રણેય યુવા મિત્રોએ એક ટૂર એજન્સીની શરૂઆત કરી, જે લોકોને પહાડોની ટ્રેકિંગ કરાવે છે. આ સ્ટોરી એવા 3 યુવા મિત્રોની છે, જે પોતાની નોકરીથી કંટાળી ગયા હતા અને જીવનમાં કંઇક અલગ અને રોમાંચક કરવા માગતા હતા.

હર્ષિત પટેલ, મોહિત ગોસ્વામી અને ઓશાંક સોની, ત્રણેય અલગ અલગ જગ્યાઓ પર કામ કરતા હતા. ઓશાંક એક ઈન્વેસ્ટમેંટ બેંકર હતો, જ્યારે મોહિત આઈઆઈટી ખડગપુરથી એન્જિનિયરિંગમાં સ્નાતક છે. તો હર્ષિત માઉન્ટેનર છે.

આ ત્રણેય એકબીજાને પહેલા ક્યારેય મળ્યા નહોતા, પણ તેમનો જુસ્સો એક જેવો હતો. જ્યારે પણ ત્રણેય પોતાના કામથી કંટાળી જતા બધું છોડી થોડા દિવસ માટે ટ્રેકિંગ કરવા જતા રહેતા. ત્યાંથી રિફ્રેશ થયા પછી ફરી રોજિંદા કામમાં લાગી જતા.

બેંકના કામથી કંટાળી ઓશાંકે એક ટ્રેક યાત્રા કરી, ત્યાંથી પરત આવ્યા પછી 2014માં તેણે નોકરી છોડી અને કંઇ બીજુ કરવા માટે પ્રેરિત કર્યો. મોહિતે IIT ખડગપુરથી અભ્યાસ કર્યો હતો. પણ ગ્રેજ્યુએશન પછી મોહિતે 6 મહિનાની અંદર 3 નોકરી બદલી. તેને હંમેશાથી લાગતું કે તે જે કરવા માગે છે તે કરી શકતો નથી. અંતે તેણે બધુ છોડી લેહ જવાનો નિર્ણય કર્યો. તો હર્ષિત 19 વર્ષની ઉંમરથી એકલો ફરતો હતો. કેરળના તટ પર બાઈક ચલાવતા સમયે તેનો અકસ્માત થયો અને તેના પગના બે હાડકા તૂટી ગયા. 1 વર્ષ પછી ડૉક્ટરોએ કહ્યું કે તે પહેલાની જેમ ચાલી શકશે નહીં. પણ તેણે યોગ્યા ફિઝિયોથેરાપી પછી લદ્દાખમાં ટ્રેક પર જઈને ડૉક્ટરની વાત ખોટી સાબિત કરી અને તેણે માઉન્ટેનર બનવાનું નક્કી કર્યું.

ટ્રેકિંગના પોતાના પેશનના કારણે ત્રણેય મિત્રોએ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને ટૂર ગાઈડ બની ગયા. ગયા વર્ષે તેમની કંપનીનું ટર્નઓવર 1 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું.

શરૂઆત કઇ રીતે થઇ

2015માં ત્રણેય ઋષિકેશ સ્થિત ટ્રાવેલ સંસ્થામાં ટ્રેક લીડરની નોકરી માટેના ઈન્ટરવ્યૂ સમયે એકબીજાને મળ્યા. ત્રણેય નોકરી માટે પસંદ થઇ ગયા. થોડા મહિનાની ટ્રેનિંગ પછી તેમને ફુલ ટાઈમ પોઝિશન આપી દીધી. જોકે, ત્યાં પણ કામનું વાતાવરણ અન્ય કંપનીઓ જેવું જ હતું તો ઓશાંક અને હર્ષિતે નોકરી છોડી દીધી. બંને પોતાની બાઈક લીધી અને ગુજરાતના વલસાડથી કન્યાકુમારી તરફથી હર્ષિતના ગૃહનગરની યાત્રા પર નિકળી પડ્યા.

સ્ટાર્ટઅપની શરૂઆત

એક મહિનાની લાંબી યાત્રા દરમિયાન બંનેને પોતાના પેશનને પૂરું કરતા પૈસા કમાવવાનો પ્લાન બનાવ્યો. આ દરમિયાન તેમને ટ્રેકમંક નામની એક ટૂર એજન્સીનો વિચાર આવ્યો. જે ગ્રુપ માટે ઓફબીટ ટ્રેક આયોજિત કરે છે. નવેમ્બર 2016માં પોતાની ટ્રિપ પરથી પરત આવ્યા પછી તેમણે દિલ્હીમાં પોતાના સ્ટાર્ટઅપને રજિસ્ટર કરાવ્યો. ત્યાર પછી મોહિત પણ ઋષિકેશની નોકરી છોડી આમાં જોડાઇ ગયો.

દર વર્ષે 200 થી 300 પર્યટકો એક જ ટ્રેકિંગ ટ્રેલ્સથી પસાર થાય છે અને સાથે કચરો પણ છોડતા જાય છે. પણ ઓશાંક કહે છે, તેઓ બુરહાનઘાટી, લમખાગા પાસ અને ચામેસર ખંગરી પાસે લોકોને ટ્રેક કરાવે છે અને સાથે જ ટ્રેકર્સને પોતાની સાથે કોઈપણ ડિસ્પોઝેબલ સામગ્રી ન લાવાનું કહે છે. જો ટ્રેકર્સ એવું કરે છે તો ટ્રેકમંક દ્વારા તેમના પર 500 થી 2000 રૂપિયાનો દંડ લગાવવામાં આવે છે.

2017 જાન્યુઆરીમાં, ટ્રેકમંકે હરમુક ઘાટીમાં પોતાના પહેલા પાંચ દિવસીય ટ્રેકનું આયોજન કર્યું. જેમાં 3 અલગ અલગ બેચ બનાવ્યા અને દરેક બેચમાં 10 સભ્યો હતા.

તે ટ્રેકમાં સામેલ થનારા દરેક સભ્યોએ અમારા વિશે અન્યો પાસેથી સાંભળી રાખ્યું હતું. તેમના મિત્રો પાસેથી સાંભળ્યા પછી પર્યટન માટે આવ્યા. 2018માં તેમણે એક વેબસાઇટ બનાવી અને સોશિયલ મીડિયા પેજ માટે લોકોને કામ પર રાખ્યા.

આ ઉપરાંત તેમણે કચરા મુક્ત હિમાલય ટ્રેકનું પણ આયોજન કર્યું. જેમાં પર્યટન સીઝન ખતમ થયા પછી ઈચ્છુક લોકો વિભિન્ન સ્થાનો પર જતા અને સહેલાણીઓ દ્વારા છોડવામાં આવેલા કચરાને સાફ કરતા હતા. જેમાં હાફ ફી લેવામાં આવે છે અને ફ્રીમાં ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp