લદ્દાખઃ ચાદર ટ્રેક પર બરફની ચાદર તૂટી, લોકોને ચોપરથી રેસ્ક્યૂ કરાયા, જુઓ Photos

PC: news18.com

લદ્દાખના જાંસ્કારની ખીણમાં આવેલો ચાદર ટ્રેક લોકો આકર્ષણનું કેન્દ્ર હોવાનું હોવાથી લોકો મોટી સંખ્યામાં ત્યાં ફરવા માટે જાય છે. ચાદર ટ્રેક કોઈ રસ્તો નથી પણ તે એક નદી છે પરંતુ શિયાળાની સીઝનમાં નદીમાં રહેલુ પાણી બરફ બની જાય છે અને જોનાર લોકોએ એવું જ લાગે છે કે, પહાડ પર બરફની ચાદર પાથરવામાં આવી છે.

તેથી આ ટ્રેકને ચાદર ટ્રેક નામ આપવામાં આવ્યું છે. શિયાળામાં નદીનું પાણીનું થીજીને બરફ બનતું હોવાથી લોકો તેનો ઉપયોગ રસ્તા તરીકે કરે છે. કાશ્મીરમાં જે પણ લોકો ફરવા માટે જાય છે તેઓ ચાદર ટ્રેકની મુલાકાત લેવાનું ભૂલતા નથી.

આ ચાદર ટ્રેક પર બરફની ચાદર તૂટી જવાથી 100 જટલા ટ્રેકર્સ નેરકમાં ફસાયા છે. આ વાતની જાણ સ્થાનિક પ્રશાસનને થતા તેમને પર્યટકોને બચાવવાની તજવીજ શરૂ કરી છે. આ ઉપરાંત તમામ લોકોને સેનાના હેલીકોપ્ટરથી મદદથી લેહની આર્મી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

બરફની ચાદર તૂટી જવાના કારણે છ જેટલા લોકો ગંભીર રીતે બીમાર છે. તંત્ર દ્વારા ટ્રેકર્સોને બચાવવા માટે ફાયર અને ફ્યૂરી ફોર્સની પણ મદદ લેવામાં આવી રહી છે. સેનાના હેલીકોપ્ટરની મદદથી ફસાયેલા લોકોને વહેલામાં વહેલી તકે દવાઓ અને જરૂરી સુવિધાઓ પહોંચાડવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ચાદર ટ્રેક ઉનાળાના સમાયમાં નદી બનીને વહેવા લાગે છે. તેથી ઘણા સહેલાણીઓએ રીવર રાફટીંગ કરવા માટે પણ અહીં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp