અમેરિકાની બધી ફલાઇટ ઠપ્પ, સરકારે કહ્યું- ક્યારે ચાલુ થશે તે ખબર નથી

PC: metro.co.uk

અમેરિકાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, તે ઘણા બધા લોકોને જાણવા જરૂરી છે. વાત એમ બની છે કે અમેરિકામાં અચાનક ફલાઇટ્સ ઠપ્પ થઇ ગઇ છે. અને ઘણા ખરા વિમાનો અત્યારે એરપોર્ટ પર ગ્રાઉન્ડેડ થઇ ચૂક્યા છે.

અમેરિકામાં Notice to Airmen ( NOTAM) સિસ્ટમમાં ખામીને કારણે બુધવારે તમામ ફ્લાઇટ્સ  ઠપ્પ થઇ ગઇ છે. મીડિયા અહેવાલો અનુસાર, લગભગ 400 ફ્લાઇટ્સ ક્યાં તો મોડી ચાલી રહી છે અથવા તો અત્યારે ગ્રાઉન્ડ કરી દેવામાં આવી છે. સિવિલ એવિએશનની વેબસાઈટ પર આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

અમેરિકાની ફેડરલ એવિએશન એજન્સીએ એક એજવાઇઝરી જારી કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે Notice to Airmen ( NOTAM) સિસ્ટમ ફેઇલ થઇ ગઇ છે. અમે એ નથી કહી શકતા કે તે ક્યારે કામ કરતી થશે. જો કે, તેને સુધારવાનો સતત પ્રયાસ થઇ રહ્યો છે.

NBC ન્યૂઝના એક અહેવાલ મુજબ , લગભગ 400 ફ્લાઈટ્સ મોડી થઈ રહી છે. તેમાં સ્થાનિક અને વિદેશી ફ્લાઇટ ઓપરેશન્સનો સમાવેશ થાય છે. અમેરિકન સમય અનુસાર આ ટેકનિકલ ખામી સવારે લગભગ 5.31 વાગ્યે સામે આવી હતી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આનું કારણ શું છે. એવિએશનની વેબસાઈટ પર કહેવામાં આવ્યું છે કે, ટેકનિકલ સ્ટાફ સિસ્ટમ રિપેર કરવામાં વ્યસ્ત છે.

સ્કાય ન્યૂઝના એક રિપોર્ટ મુજબ, બધું મળીને અત્યાર સુધીમાં કુલ 760 ફલાઇટ યા તો રદ કરી દેવામાં આવી છે અથવા મોડી ઓપરેટ કરવામાં આવી રહી છે. ફલાઇટ ટ્રેકર FlightAware.comના કહેવા મુજબ અત્યાર સુધીમાં 91 ફલાઇટને કેન્સલ કરી દેવાં આવી છે. ફેડરલ એવિએશન એજન્સીએ એક નવા નિવેદનમાં કહ્યું છે કે, આ એક કમ્પયુટર સિસ્ટમમાં આવેલા ટેકનિકલ ફોલ્ટને કારણે બન્યું હતું અને ફોલ્ટ મળી ગયો છે. ફલાઇટ્સ ઓપરેશન જલ્દીથી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 તમને થશે કે આ Notice to Airmen ( NOTAM) વળી શું છે? NOTAM વાસ્તવમાં સમગ્ર ફ્લાઇટ ઓપરેશનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. તેના દ્વારા જ ફ્લાઈટ્સને ટેકઓફ કે લેન્ડિંગની માહિતી મળે છે. NOTAM વાસ્તવિક સમયનો ડેટા લે છે અને તેને એરપોર્ટ ઓપરેશન્સ અથવા એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને આપે છે. આ પછી ATC તેને પાઇલોટ્સ સુધી પહોંચાડે છે. આ સિસ્ટમ દ્વારા કુદરતી આફતો અને અન્ય સમસ્યાઓ પર પણ નજર રાખવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp