રેલવેમાં ખાવા-પીવાના સામાન પર બિલ ન મળે તો શું કરવું?

PC: dnaindia.com

કોલકાતામાં ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સનાં એક કાર્યક્રમમાં રેલવે મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું કે રેલવેમાં યાત્રા કરનાર યાત્રીઓને ખાવા-પીવાની સેવા આપનાર કેટરિંગના કર્મચારીઓ પાસે બિલ માગવું જોઈએ અને જો તે બિલ ન આપે તો કોઈ પણ પ્રકારની ચુકવણી ન કરવાની સલાહ આપવામાં આવી છે. પીયુષ ગોયલનાં કહેવા મુજબ રેલવે ટૂંક સમયમાં ખાવા પીવાની સેવા આપનાર કર્મચારીઓને પોઈન્ટ ઓફ સેલ મશીનો આવશે. આ મશીનોની મદદથી આવકમાં થતા નુકશાનમાં ઘટાડો થશે.

વધુમાં રેલવે મંત્રીએ જણાવ્યું કે જો કોઈ કર્મચારી બિલ આપવાની ના પાડે તો તેને પૈસા ન આપવા અને રેલવે અધિકારીને ફરિયાદ કરવી. આવાં કિસ્સાઓમાં રેલવે અધિકારીઓ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે. આવા મશીનોનાં ઉપયોગ કરવાથી કર્મચારીઓને ટીપ આપવા પર પણ વિરામ લાગશે.

તમને જણાવી દઈએ કે ગયા મહિને રેલવે મંત્રીના ત્રણ પ્રમુખ ઝોનનાં આધિકારીઓ સાથે બેઠક દરમિયાન દરેક અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે દેશભરની દરેક ટ્રેનો કે જ્યાં ખાવાનું પીરસવામાં આવે છે, તેમાં POS મશીન દ્વારા બિલ આપવામાં આવે અને જ્યાં સુધી POS મશીન નથી આવતું ત્યાં સુધી મેન્યુઅલ બિલ યાત્રીઓને આપવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp