ખતરનાક અને અજીબો-ગરીબ અનુભવ માટે દુનિયાભરમાં જાણીતી છે થાઈલેન્ડની આ જગ્યાઓ

PC: indochinatravelpackages.com

જો તમે વેકેશનમાં ઓછાં બજેટમાં વિદેશ યાત્રા વિશે વિચારી રહ્યા હો, તો થાઈલેન્ડનો પ્લાન કરો. જ્યાં બીચથી ળઈને મસાજ, નાઈટ લાઈફ અને ટેસ્ટી ફૂડ્ઝની પણ મજા લઈ શકો છો. સાથે જ તમે ખતરનાકથી લઈને અજીબો-ગરીબ એક્સપીરિયન્સ માટે પણ થાઈલેન્ડ દુનિયાભરમાં જાણીતું છે. તો તમે પણ તેના વિશે માહિતી મેળવી લો...

ખતરનાક નહીં પરંતુ મજેદાર છે આ સ્નેક ફાર્મ

થાઈલેન્ડના સ્નેક ફાર્મનો નજારો જોઈને દરેક વ્યક્તિની શ્વાસ અદ્ધર થઈ જાય છે. આ જગ્યા ભલે થોડી ખતરનાક છે પરંતુ સાથે જ અહીં આવીને તમારો સાપનો ડર દૂર થઈ જશે. તમને એ જાણીને નવાઈ લાગશે કે ખૂબ જ ઓછાં સામ ઝેરીલા હોય છે, જે આસપાસ ફરતા હોવા છતા તમને કોઈપણ પ્રકારનું નુકસાન નહીં પહોંચાડશે.

દુનિયાના સૌથી મોટા રેસ્ટોરન્ટમાં કરો ડિનર એન્જોય

અહીંની રોયલ ડ્રેગન રેસ્ટોરન્ટ દુનિયાની સૌથી મોટી રેસ્ટોરન્ટ છે, જ્યાં એકસાથે 5000 લોકો બેસી શકે છે. 1000ની આસપાસ તો અહીં સ્ટાફ હાજર હોય છે, જે સવાર-સાંજ કસ્ટમર્સની સેવામાં હાજર રહે છે. ડિનરની સાથે મ્યુઝિક, ડાન્સિંગ અને બોક્સિંગ જેવી ઘણી બધી એક્ટિવિટીઝ તમે અહીં એન્જોય કરી શકો છો.

તમારું ભાગ્ય બદલી શકે છે આ માર્કેટ

નોર્મલ માર્કેટ કરતા અલગ છે આ માર્કેટ. અહીં ખાવા-પીવાની વસ્તુઓ ઉપરાંત લોકો ગુડ લક લેવા માટે આવે છે. જેને કારણે આ માર્કેટમાં તમને હંમેશાં ભીડ જોવા મળશે.

ટ્રી હાઉસમાં મળશે અનોખું એડવેન્ચર

જંગલમાં ફરતા ફરતા એડવેન્ચરનો આનંદ માણવા માગતા હો તો તેને માટે ટ્રીહાઉસ એક સારો વિકલ્પ છે. અહીં તમને સ્વિમિંગ પૂલ પણ મળશે.

થાઈલેન્ડનું અનોખું ડ્રેગન ટેમ્પલ

બેંગકોકની રાજધાની થાઈલેન્ડમાં એક એવું રસપ્રદ મંદિર છે, જેની બહારની આકૃતિ અદ્દલ ડ્રેગન જેવી છે. આ મંદિરમાં ભગવાન બુદ્ધની મૂર્તિઓ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp