દુબઈ ટૂર પર IRCTC આપી રહ્યું છે બિગ ડિસ્કાઉન્ટ, તુરંત જ કરાવી દો બુકિંગ

PC: shopify.com

જો તમે નવા વર્ષમાં વિદેશમાં ઓછા પૈસા ખર્ચ કરી રજાઓ ગાળવાનું આયોજન કરી રહ્યા છો તો દુબઇથી ઉત્તમ બીજું કોઈ સ્થળ નથી. ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કારોપરેશન (આઈઆરસીટીસી) સસ્તામાં દુબઇ ફરવાનો ચાન્સ આપી રહ્યું છે. પાંચ દિવસની આ ટૂર માટે તમે 50 હજાર રૂપિયા ખર્ચો કરી આખું દુબઈ ફરી લેશો.

5 દિવસની હશે ટૂર

IRCTCનો આ પ્રવાસ પાંચ દિવસ અને ચાર રાતનો હશે. મુસાફર આઈઆરસીટીસીની વેબસાઇટ પર જઇને દુબઈની આ ટૂરનું બુકિંગ કરી શકે છે. આ ટૂર પેકેજમાં મુસાફરોને દુબઈ અને અબુ ધાબીની પ્રસિદ્ધ જગ્યા જેમ કે બુર્જ અલ ખલિફા, દુબઈ મોલ, મિરેકલ ગાર્ડન સહિત અન્ય સ્થળો પર ફેરવવામાં આવશે.

આ તારીખથી શરૂ થશે ટૂર

IRCTCની વેબસાઈટ અનુસાર ટૂર પેકેજ જાન્યુઆરીથી માર્ચ વચ્ચે હશે. મુસાફરો તેમની સુવિધા મુજબ તારીખ પસંદ કરી શકે છે. દુબઈ ટૂરની તારીખ 19 જાન્યુઆરી, 14 ફેબ્રુઆરી અને 30 માર્ચ 2019 રાખવામાં આવી છે. દરેક પ્રવાસ માટે માત્ર 41 સીટો ઉપલબ્ધ છે.

આ છે ત્રણ પેકેજ

ટૂર પેકેજમાં હશે આ સુવિધાઓ

ટૂર પેકેજમાં રિટર્ન એરપોર્ટ ટ્રાન્સફર, વિઝા ફીસ, અમેરિકન મીલ પ્લાન, એસી ડિલક્સ બસો વેગેરે સુવિધા આ પેકેજમાં શામેલ છે. મુસાફરોને બુર્જ અલ ખલિફાના 124મા માળે લઈ જવાની ફી પણ આ પેકેજ સમાવવામાં આવેલી છે.

ટૂર પેકેજમાં નહીં હોય આ સુવિધાઓ

પેકેજમાં હવાઈ ભાડામાં વધારો, એરપોર્ટ ચાર્જ, ફરારી વર્લ્ડ અને સ્નો પાર્કની પ્રવેશ ફી શામેલ નથી. તેમજ જો ડોલરની કિંમતમાં વધારો થયો તો ભાડાકીય તફાવત ગ્રાહક પાસેથી પછી લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp