ચાલો ભારતના સૌથી ખતરનાક રસ્તાઓની મુલાકાતે

PC: himachalwatcher.com

ભારત વિવિધતાઓનો દેશ છે. ન માત્ર આપણી સંસ્કૃતિ અને પરંપરાઓમાં પરંતુ અહીંના રસ્તાની પણ પોતાની અલગ ઓળખ છે. ક્યાંક બરફવાળા રસ્તા, તો ક્યાંક પર્વતથી ઘેરાયેલા હોય છે. ક્યાંક સીધા રસ્તા હોય તો ક્યાંક ઊંચા નીચા રસ્તા હોય છે. આ રસ્તાઓ પરથી પસાર થતા તમને રોમાંચનો અનુભવ થાય છે પરંતુ તમારા દિલ અને મગજમાં એક ડર બની રહે છે. તો ચાલો જોઈ લઈએ ભારતના સૌથી ખરતનાક રસ્તાઓ અંગે...

ઝોઝી-લા પાસઃ ઝોઝી લા સૌથી ખતરનાક પર્વતીય રસ્તો છે. અહીંથી પસાર થતા તમે જેટલો રોમાંચ અનુભવશો તેનાથી વધારે તમને ડરનો અનુભવ થશે. લેહથી શ્રીનગર પહોંચતા આ પાસ આવે છે. 11000 ફૂટ પર આ રસ્તો આવેલો છે.

કિન્નોર રોડઃ હિમાચલ પ્રદેશમાં આવેલો આ રોડ ઘણો સાંકડો છે અને પર્વતોથી ઘેરાયેલો છે. આ રોડ એકદમ જ સાંકડો છે જેમાં ઘણા અકસ્માત થવાની શકયતા વધુ છે.

ખારડુંગ લા: આ દેશના સૌથી ખતરનાક રોડમાંનો એક છે. 18380 ફૂટ ઊંચાઈ પર આવેલો આ રોડ દુનિયાના સૌથી ખતરનાક રસ્તાઓમાંનો એક છે. અહીનું તાપમાન ઘણો ઠંડો છે. ઓક્સિજનની માત્ર ઓછી હોવાને લીધે તમે અહીં 10 મિનીટ કરતા વધારે રોકાઈ શકો તેમ નથી.

લેહ-મનાલી હાઈવેઃ આ રોડની વાત થાય અને 'જબ વી મેટ'માં શાહીદ અને કરીનાનું ગીત યાદ આવશે. આ રસ્તો સૌથી ખતરનાક રોડમાંનો એક એક છે. આ રસ્તો બંને બાજુએથી પહાડોથી ઘેરાયેલો છે અને બરફથી ઢંકાયેલો હોય છે.

નાથુ લાઃ સિક્કમનો આ રોડ એટલો આરામદાયક નથી જેટલો તમને લાગે છે. અહીંના વાંકા-ચૂંકા રસ્તા પર જવું આસાન નથી.

માથેરાન: આ રોડ પર ગાડી ચલાવતી વખતે તમારું દિલ જોર જોરથી ધડકવા લાગશે પરંતુ તેની સાથે નેચરલ બ્યૂટી જોવાની પણ મજા આપશે. અહીંના રોડ ઘણા ચીકણા છે.

નેશનલ હાઈવે 22: અહીંથી પસાર થવું તમને નરકની યાદ અપાવી દેશે. પહાડોને કાપીને અહીં રસ્તા બનાવવામાં આવ્યા છે તેના માટે ભારતના ખતરનાક હાઈવે પરનો એક છે.

મુન્નાર રોડઃ માથેરાનની જેમ મુન્નારનો રોડ પણ વળાંકવાળા રસ્તાઓ સાથે ઘણો સુંદર છે.

કિશ્વર કૈલાશ રોડઃ કિશ્વર કૈલાશ રોડ એક લેનનો રોડ છે. આ રસ્તાનું ચઢાણ ઘણું ખતરનાક છે. અહીં તમારી એક ભૂલ તમને મોતને ઘાટ ઉતારી શકે છે.

થ્રી લેવલ ઝિક-ઝેક રોડઃ સિક્કમાં આવેલો આ રસ્તો ઘણો વળાંકવાળો છે, જેના કારણે તેની ખૂબસુરતી જોવા જેવી છે.

વલ્પરઈ તિરુપતિ ઘાટઃ આ પૃથ્વી પરના સૌથી ભીડભાડવાળા મંદિરમાં પહોંચવું સરળ નથી. તિરુપતિ ઘાટ નામ પરથી જ છે કે તેના નામ પરથી દુર્ઘટના થવાની શક્યતાઓ વધુ છે.

ગાટા લૂપ્સઃ હિમાચલ પ્રદેશની જેટલા ખુબસુરત છે તેટલા જ ખતરનાક પણ છે. હિમાલયમાં ગાટા લૂપ્સના આ વિસ્તારમાં કહેવામાં આવે છે કે અહીં ભૂતનો વાસ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp