દુનિયાનો સૌથી પાવરફુલ પાસપોર્ટ હોવા છતા આ દેશના લોકો પ્રવાસ કરવાનું કેમ ટાળે છે?

PC: hindi.theindianwire.com

જાપાનનો પાસપોર્ટ સતત 5મી વખત વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બની ગયો છે. અહીં પાસપોર્ટ ધારક 193 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મેળવી શકે છે. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2023ની બહાર પાડવામાં આવેલી સૂચિમાં, આપણે આર્થિક અને રાજકીય તાકાત જેવી ઘણી વસ્તુઓ જોઈએ છીએ. જેમાં જાણવા મળ્યું કે, જાપાનના પ્રવાસીઓના ખિસ્સા વધુ ભરેલા હોય છે અને તેઓ ફરવા છતાં પણ શિસ્તબદ્ધ રહે છે. જો કે રસપ્રદ વાત એ છે કે, જાપાની પાસપોર્ટ દુનિયામાં સૌથી મજબૂત હોવા છતાં પણ અહીંના લોકો વધુ બહાર ફરવાનું પસંદ કરતા નથી.

તેની પાછળ કેટલીક ખાસ બાબતો કામ કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે જાપાનને જુઓ, તો ત્યાંની સરેરાશ હાથમાં આવનારી આવક ઘણી સારી છે. હાથમાં આવનારી આવક એટલે કર અને અન્ય ખર્ચાઓ પછી બચેલા નાણાં. આ પૈસાની બચત પણ કરી શકાય છે, અથવા તેને મુસાફરીમાં ખર્ચી શકાય છે. આ નાણાંની મહત્તમ રકમ હાલમાં જાપાનીઓ પાસે છે. આવી સ્થિતિમાં, જો તેઓ કોઈ બીજા દેશની મુલાકાતે જાય, તો તેઓ ઘણો ખર્ચ કરશે અને તે દેશની અર્થવ્યવસ્થા પણ મજબૂત થશે. આ જ કારણ છે કે લગભગ તમામ દેશો જાપાની પ્રવાસીઓને આવકારે છે.

એક કારણ જાપાનીઓની શિસ્ત પણ છે. તેની સાથે એક મોટું કારણ ત્યાંની રાજકીય સ્થિરતા છે. જાપાનમાં રાજકીય અવ્યવસ્થા વિશે બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે. સામાન્ય રીતે ત્યાં બધું બરાબર ચાલે છે. આ જ કારણ છે કે, જાપાનના લોકો કોઈ પણ દેશમાં શરણાર્થી તરીકે જતા નથી, જ્યારે ઘણા દેશો સાથે એવો ખતરો છે કે, તેમના લોકો પ્રવાસીઓ તરીકે જશે અને શરણાર્થી તરીકે સ્થાયી થશે.

એકંદરે, જો જાપાનના લોકો ઇચ્છે તો, તેઓ લગભગ આખી દુનિયામાં ભરપૂર આનંદથી ફરી શકે છે, પરંતુ આવું થતું નથી. જાપાનમાં માત્ર 23 ટકા લોકો પાસે જ પાસપોર્ટ છે. આ કિસ્સામાં, તે બાકીના 6 વિકસિત દેશો, જેવા કે, અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, કેનેડા, ફ્રાન્સ, જર્મની અને ઇટાલીથી પાછળ છે.

રૂઢિવાદી વિચારો ધરાવતા જાપાનમાં પ્રવાસ કરવાનું વધુ પસંદ નથી. તેના કામને પ્રાથમિકતા મળે છે. વિશ્વના સૌથી મોટા નાણાકીય અખબારોમાંના એક નિકેઇ એશિયા અનુસાર, જાપાનમાં એવું માનવામાં આવે છે કે, હરવા ફરવાનું તો 20 વર્ષની વયથી ઓછી ઉંમરના યુવાનો માટે છે. ત્યાં સુધી કે, તેઓને કામ માટે વિદેશ જવું કે વિદેશમાં સ્થાયી થવું પણ ગમતું નથી.

ખૂબ જ મજબૂત અર્થતંત્ર હોવા છતાં, જાપાનની યુવા વસ્તી બહાર જઈને અભ્યાસ કરવામાં બહુ રસ લેતી નથી. સમયની સાથે એવા યુવાનો ઘટતા જાય છે, જેઓ અમેરિકા કે બ્રિટન ભણવા જાય છે. ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ અનુસાર, જાપાનના લોકો ભાગ્યે જ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કામ કરે છે. આનું એક કારણ તે છે કે, તે અન્ય આંતરરાષ્ટ્રીય ભાષાઓને ટાળે છે અને મુસાફરી કરવાનું પસંદ નથી કરતાં. ઉપરાંત, શિસ્ત-પ્રેમાળ જાપાનીઓ અશાંતિવાળા દેશનો ભાગ બનવા માંગતા નથી.

જાપાનમાં પાસપોર્ટ ધારકોની સંખ્યા ઓછી હોવા પાછળ એક વધુ કારણ છે, તે છે જાપાનની કડકાઈ. જાપાનીઝ નેશનાલિટી લો મુજબ 20 વર્ષની ઉંમર પછી કોઈ પણ વ્યક્તિ બે પાસપોર્ટ એટલે કે બે નાગરિકતા નહીં રાખી શકે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ અમેરિકા અને સિંગાપોર બંનેનો પાસપોર્ટ રાખવા માંગે છે, તો અમેરિકા અથવા સિંગાપોરમાં કોઈ સમસ્યા નથી, પરંતુ જો તમે જાપાનની સાથે અન્ય કોઈ દેશનો પાસપોર્ટ રાખવાનો વિચાર કરો છો, તો તે શક્ય નથી. જાપાનમાં માત્ર સિંગલ નાગરિકતા જ માન્ય છે.

ત્યાં સુધી કે, ઘણી વખત જાપાની લોકો તેની વિરુદ્ધ બોલવા પણ લાગ્યા છે. વર્ષ 2018માં, ઘણા લોકોએ ટોક્યો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો કે, તે આ નિયમથી તેમને નબળા બનાવી રહી છે. અરજદારોની દલીલ એવી હતી કે, દેશે તેમને બેવડી નાગરિકતાની મંજૂરી આપવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp