10 મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓ જેમણે પુરુષો સાથે ખભે ખભો મિલાવીને લડી આઝાદીની જંગ

PC: greatfightersindia.blogspot.com

આઝાદીના 71 વર્ષ પૂરા થઈ રહ્યા છે. પરંતું દેશવાસીઓના દિલમાં આજે પણ તે વ્યક્તિઓ માટે પ્રેમ, આદર અને સમ્માન ઓછું નથી થયું, જેણે આઝાદી ખાતર પોતાનો જીવ ગુમાવ્યો.

આઝાદી માટે કુર્બાની આપનાર અને દેશ માટે લડનારા વીરોમાં દેશની વીરાંગનાઓ પણ શામેલ હતી. આઝાદીના 71 વર્ષ પૂર્ણ થવા પર અમે આપને એવી જ 10 વીરાંગનાઓ વિશે જણાવી રહ્યા છીએ, જેમનું આઝાદીમાં યોગદાન સરાહનીય છે.

1) સરોજિની નાયડુ:

ભારતીય 'કોકિલા'ના નામથી મશહૂર સરોજિની નાયડુ માત્ર સ્વતંત્રતા સંગ્રામ સેનાની નહીં પરંતું ખૂબ સારા કવિયિત્રી પણ હતા. અંગ્રેજોને ભારતથી કાઢવામાં તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. સરોજિની નાયડુ કેટલીય મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. જ્યારે કેટલાય રાજ્યોમાં મહિલાઓ ઉત્પીડનનો શિકાર બની રહી હતી, તે સમયે સરોજિની નાયડુ તે અમુક મહિલાઓમાંથી એક હતા જેમણે નેતૃત્વ પોતાના હાથમાં લીધું હોય. નાયડુ INCના પ્રથમ પ્રેસિડેન્ટ બન્યા અને ઉત્તર પ્રદેશના ગવર્નર પદ પર પણ રહ્યા અને તેમની કવિતાઓ આજે પણ આપણને પ્રેરણા આપે છે.

2) સાવિત્રીબાઈ ફુલે:

સાવિત્રીબાઈને બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં મહિલાઓની શિક્ષાના પાયોનિયરમાંથી એક માનવામા આવે છે. 19મી સદીમાં ઘોર અપમાન બાદ પણ તેમણે યુવતીઓ અને મહિલાઓની શિક્ષા પ્રત્યે પોતાના પ્રયાસ ચાલુ રાખ્યા. સાવિત્રીબાઈએ પોતાના પતિ સાથે ભારતની પ્રથમ મહિલા સ્કૂલ પૂણેમાં 1848મા સ્થાપિત કરી. તે અંત સુધી મહિલાઓના અધિકાર માટે લડ્યા. તેમણે 'સિક્રેટ કોંગ્રેસ રેડિયો' નામથી પણ ઓળખાતા હતા. ભારત છોડો આંદોલન દરમિયાન કેટલાક મહિનાઓ સુધી કોંગ્રેસ રેડિયો ખૂબ સક્રિય રહ્યો અને તેને કારણે જ સાવિત્રીબાઈએ પૂણેની યેરવડા જેલમાં રહેવું પડ્યું હતું. તે મહાત્મા ગાંધીના અનુયાયી હતા.

3) રાણી લક્ષ્મીબાઈ:

ભારતમાં જ્યારે પણ મહિલાઓની સશક્તિકરણની વાત થાય છે તો મહાન વીરાંગના રાણી લક્ષ્મીબાઈની ચર્ચા જરૂર થાય છે. કોણ નથી જાણતું તેમની શહાદત વિશે. દેશના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ 1857મા મહત્ત્વની ભૂમિકા નિભાવનાર રાણી લક્ષ્મીબાઈએ પોતાના અપ્રતિમ શૌર્યથી અંગ્રેજોના દાંત ખાટા કર્યા હતા અને લડતા-લડતા જ શહાદત વહોરી હતી. કવિયિત્રી સુભદ્રા કુમારી ચૌહાણજીની કવિતા 'ખૂબ લડી મર્દાની, વો તો ઝાંસી વાલી રાની થી' આજે પણ બાળકોના મોઢા પર છે અને રાણી લક્ષ્મી બાઈ આપણી અનંત પેઢીઓ સુધી વીરતાનું પ્રતીક રહેશે.

4) વિજયા લક્ષ્મી પંડિત:

પોતાના ભાઈ જવાહરલાલ નેહરુની જેમ જ વિજયા લક્ષ્મી પંડિત પણ આઝાદીની લડાઈમાં શામેલ હતા. સવિનય અવજ્ઞા આંદોલનમાં ભાગ લેવાના કારણે તેમને જેલમાં બંધ કરાયા હતા. ભારતના રાજકીય ઇતિહાસમાં તે પહેલા મહિલા મંત્રી હતા. તે સંયુક્ત રાષ્ટ્રના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ હતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા રાજદૂત હતા. તેમણે મૉસ્કો, લંડન અને વૉશિંગ્ટનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. લેખક, ડિપ્લોમેટ, રાજનેતાના રૂપમાં તેમનું દરેક કામ યુવા મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત છે.

5) બેગમ હજરમ મહલ:

1857ના વિદ્રોહમાં સૌથી પ્રતિષ્ઠિત ચેહરામાંથી એક એટલે બેગમ હજરત મહલ. તે પ્રથમ મહિલા સ્વંત્રતા સેનાની હતા જેણે અંગ્રેજોના શોષણ વિરુદ્ધ ગ્રામીણોને એક કરીને અવાજ ઉઠાવ્યો. તેમણે લખનઉ પર કબજો કર્યો અને પોતાના પુત્રને અવધનો રાજા ઘોષિત કર્યો. જો કે જ્યારે લખનઉ પર ફરી અંગ્રેજોએ કબજો કરતા તેમને જબરદસ્તી નેપાળ મોકલી દેવાયા. ભારત સરકારે બેગમ હજરત મહલના સમ્માનમાં 1984મા સ્ટેમ્પ પણ જાહેર કર્યો હતો.

6) અરુણા આસફ અલી:

કોંગ્રેસ પાર્ટીના સક્રિય સદસ્ય રહી ચૂકેલા અરુણ આસફ અલી ન માત્ર દેશની સ્વતંત્રતા માટે લડ્યા પરંતું તિહાડ જેલના રાજકીય કેદીઓના અધિકારીઓ માટે પણ તેમણે લડાઈ લડી. કેદીઓના હિત માટે તેમણે ભૂખ હડતાળ કરી, પરિણામ સકારાત્મક રહ્યું પરંતું તેમણે અંધારકોટડીની સજા સંભળાવવામા આવી. 1998મા તેમને ભારત રત્નથી સમ્માનિત કરાયા હતા.

7) સુચેતા કૃપલાનિ:

સુચેતા કૃપલાનિ એક સ્વતંત્રતા સેનાની હતા અને તેમણે ભાગલાના રમખાણો દરમિયાન મહાત્મા ગાંધી સાથે રહીને કાર્ય કર્યું હતું. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં સામેલ થયા બાદ તેમણે રાજનીતિમાં પ્રમુખ ભૂમિકા નિભાવી હતી. તેમણે ભારતીય સંવિધાનના નિર્માણ માટે રચિત સંવિધાન સભાની ડ્રાફ્ટિંગ સમિતિના એક સદસ્યના રુપમાં ચૂંટવામા આવ્યા હતા. તેમણે ભારતીય સંવિધાન સભામાં 'વંદે માતરમ' પણ ગાયું હતું. આઝાદી બાદ તેમને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના રૂપમાં પસંદ કરવામા આવ્યા.

8) મેડમ ભીકાજી કામા:

તેમાં કોઈ શંકા નથી કે ભીકાજી કામા ભારતીય સ્વતંત્રતા સંઘર્ષના ઇતિહાસમાં સૌથી બહાદુર મહિલા હતા. તે ભારતીય હોમ રુલ સોસાયટી સ્થાપિત કરનારા પ્રવર્તકોમાંથી એક હતા. તેમણે કેટલાય ક્રાંતિકારી સાહિત્ય લખ્યા. ત્યાં સુધી કે ઈજિપ્તમાં લિંગ સમાનતા પર તેમણે કેટલાય ભાષણ પણ આપ્યા.

9) કિટ્ટૂર રાણી ચેન્નમા:

બહુ ઓછા લોકોએ તેમનું નામ સાંભળ્યું હશે, પરંતું રાણી ચેન્નમ્મા તે ભારતીય શાસકોમાંથી એક છે જે દેશની સ્વતંત્રતા માટે લડ્યા હતા. 1857ના વિદ્રોહથી 33 વર્ષ પહેલા જ દક્ષિણના રાજ્ય કર્ણાટકમાં શસ્ત્રોથી સજ્જ સેનાની સાથે રાણીએ અંગ્રેજો સાથે લડાઈ લડી અને વીરગતિને પ્રાપ્ત થયા. આજે પણ તેમને કર્ણાટકના સૌથી બહાદુર મહિલાના નામથી યાદ કરવામા આવે છે.

10) કસ્તુરબા ગાંધી:

મોહનદાસ કરમચંદ ગાંધીએ 'બા' માટે ખુદ સ્વીકાર્યું હતું કે તેમની દ્રઢતા અને સાહસ ખુદ ગાંધીજીથી પણ ઊંચા હતા. મહાત્મા ગાંધીના આજીવન સંગિની એ માત્ર કસ્તુરબાની ઓળખ નહોતી, આઝાદીની લડાઈમાં તેણે દરેક પગલે ગાંધીજીનો સાથ આપ્યો હતો, એટલું જ નહીં કેટલીક વાર સ્વતંત્ર રૂપથી ગાંધીજીના મનાઈ કરવા છતા તેમણે જેલ જવા અને સંઘર્ષમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો. તે એક દ્રઢ આત્મશક્તિ ધરાવતા મહિલા હતા અને ગાંધીજીના પ્રેરણાસ્ત્રોત પણ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp