સેનામાં મહિલાના 100 પદો માટે 2 લાખથી વધુ અરજી મળી

PC: intoday.in

મિલિટ્રી પોલીસ કોરમાં જવાનની 100 જગ્યાઓ માટે 2 લાખથી વધુ મહિલાઓએ અરજી કરી છે. પહેલીવાર સેનામાં અધિકારીઓની રેંકની નીચેની રેંક પર મહિલાઓની ભરતી થઈ રહી છે. અત્યાર સુધીમાં સૈન્યમાં મહિલાઓની માત્ર અધિકારીની જગ્યા પર ભરતી થતી નથી. તેમને યુદ્ધપોત અને સબમરીન પર સેવા આપવાનું બહાર રાખવામાં આવ્યું હતું. સ્ત્રીઓની સેનાની લડાયક શાખાઓ જેમ કે પેદલ સેના, બખ્તબંદ કોર અને તોપચી સૈનિકની પદ પર તેમની સેવા ન આપી શકે.

એક અધિકારીએ કહ્યું, 'સ્ત્રીઓને સિપાહી (સામાન્ય ફરજ) તરીકે મિલિટ્રી પોલીસ કોરમાં ભરતી કરવી એ એક ક્રાંતિકારી પગલું છે. 25 એપ્રિલથી મિલિટ્રી પોલીસ કોરમાં 100 જગ્યાઓ માટે અરજીની પ્રક્રિયા શરૂ થઇ. ભરતી રેલીનું આયોજન આ મહિને અંતમાં બેલગામમાં થનારું છે.

ભારતીય થલસેના સાથે સાથે પ્રાદેશિક સેનામાં એક 'મહિલા પ્રોવોસ્ટ યુનિટ' ની રચનાની પણ યોજના બનાવી છે. આમ પ્રથમ વાર થશે. આ યુનિટમાં બે અધિકારીઓ, ત્રણ જુનિયર કમિશન્ડ અધિકારી અને લગભગ 40 સિપાહી હશે. અધિકારીએ કહ્યું, અત્યારે તેના માટે અંતિમ મંજુરી મળી નથી, પણ ટૂંક સમયમાં જ મળી જશે.

સેનાની યોજના અધિકારીઓની રેન્ક નીચેથી જવાન પદ પર લગભગ 1,700 સ્ત્રીઓની ભરતી કરવાની છે. આ ભરતી આગામી 17 વર્ષોમાં ઘણા તબક્કામાં હશે. પૂર્વ સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારમન આ યોજનાને લઇને ઘણાં ઉત્સાહી હતા. હવે સંરક્ષણ મંત્રાલયનો હવાલો રાજનાથ સિંહે સંભાળ્યા બાદ પણ આ યોજનાને લાગુ કરવા માટે સેના કટિબદ્ધ દેખાઇ રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp