26th January selfie contest

ભારતમાં 85 ટકા વર્કિંગ વુમનને 'મહિલા' હોવાને લીધે મળતું નથી પ્રમોશનઃ રિપોર્ટ

PC: successtoro.com

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2021 પહેલા LinkedIn Opportunity Index 2021નો રિપોર્ટ આપણને સૌને વિચારવા પર મજબૂર કરી દે તેવો છે. દુનિયામાં ભેદભાવ હવે ક્યા છે તેવું કહેનારાઓની આંખો પણ આ રિપોર્ટ વાંચીને ખુલ્લીની ખુલ્લી રહી જશે. LinkedIn Opportunity Index 2021માં ખબર પડી છે કે 10માંથી 9 અથવા 89 ટકા મહિલાઓ કોરોના વાયરસ મહામારીથી નકારાત્મક રૂપથી પ્રભાવિત થઈ છે. ચાલો જોઈ લઈએ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે.

રિપોર્ટમાં સાફ છે કે ભારતમાં હજુ પણ સ્ત્રી-પુરુષની બરાબરની લડાઈ ઘણી બાકી છે. ડેમિંગ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 85 ટકા મહિલાઓ પોતાના જેન્ડરને કારણે વૃદ્ધિ, પ્રમોશન અથવા અન્ય કામના પ્રપોઝલ મેળવવામાં ચૂકી ગઈ છે. આ આંકડો એશિયા પ્રશાંતમાં 60 ટકાના ક્ષેત્રીય સરેરાશથી ઘણો વધારે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ઘણી મહિલાઓ પાસે ઘરેથી કામ કરવાની ફ્લેક્સીબિલીટી હોવા છત્તાં તેઓ સમયની કમી અને પરિવારની દેખભાળ જેવી બાધાઓનો સામનો કરે છે.

વર્કિંગ વુમન માટે સમયની કમી સૌથી મોટી મુશ્કેલી છે. બેમાંથી એક, અથવા 50 ટકા મહિલાઓને લાગે છે કે તેમને જોઈતી તકને પ્રાપ્ત કરવા માટે તેમનું મહિલા હોવાનું ઘણી વખત નડે છે. ત્રણમાંથી બે મહિલાઓએ કહ્યું છે કે તેમણે નેટવર્ક પ્રોબ્લેમથી માર્ગદર્શનની કમીનો પણ સામનો કરવો પડે છે. 10 માંથી 7 વર્કિંગ મહિલાઓને ઘરની જવાબદારીઓને કારણે વર્ક પ્લેસમાં ભેદભાવનો સામનો કરવો પડે છે. 71 ટકા મહિલાઓને લાગે છે કે તેમના કરિયર દરમિયાન પારિવારિક જવાબદારીઓ વચ્ચે નડે છે. 63 ટકા મહિલાઓને લાગે છે કે જીવનમાં આગળ વધવા માટે વ્યક્તિનું જેન્ડર ઘણું મહત્ત્વનું છે. તેના મુકાબલે 54 ટકા પુરુષો પણ એવું જ વિચારે છે. ભારતમાં લગભગ 22 ટકા મહિલાઓને લાગે છે કે કંપનીઓ પુરુષો પ્રત્યે અનુકૂળ પૂર્વાગ્રહથી ગ્રસ્ત છે, જે ક્ષેત્રીય સરેરાશ 16 ટકાથી પણ વધુ છે. ભલે ભારતમાં 66 ટકા લોકોને લાગે છે કે તેમના માતાપિતાના સમયથી લૈંગિક અસંતુલન ખતમ થઈ ગયું છે. ભારતની વર્કિંગ વુમન હજુ પણ એશિયા પ્રશાંત ક્ષેત્રમાં સૌથી મજબૂત જેન્ડર પૂર્વાગ્રહનો સામનો કરે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 37 ટકા મહિલાઓને લાગે છે કે તેમને પુરુષોની સરખામણીએ ઓછી તક અને પગાર મળે છે. માત્ર 25 ટકા પુરુષો ઓછી મળતી તક માટે સહમત છે, જ્યારે 21 ટકા પુરુષો ઓછા વેતનવાળા હિસ્સા સાથે સહેમત છે. લિંક્ડઈનના નિષ્કર્ષ પ્રમાણે, તેઓ સક્રિય રીતે એવા ઉપભોક્તાઓની શોધ કરી રહ્યા છે જે તેમને સમાન માને છે, જ્યારે 56 ટકા તેઓ શું કરે છે તેના કામ પર માન્યતા પ્રાપ્ત કરવા ઈચ્છે છે. લિંક્ડઈનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 મહામારી દરમિયાન મહિલાઓ પર અસામાયિક જ ખરાબ પ્રભાવ પડ્યો છે. ઘર અને વર્કિંગ લાઈફથી ઝઝૂમવાની આશાએ તેમની લાઈફમાં કહેર લાવી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp