મહિલાઓ માટે ઓફિસમાં ફરજિયાત હાઈ હીલ પહેરવાના નિયમ વિરુદ્ધ શરૂ થઈ #KuToo મુવમેન્ટ

PC: gannett-cdn.com

જાપાનમાં યુવતીઓ માટે સેન્ડલ પહેરવાને લઈને મંત્રી દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને વિવાદ શરૂ થયો છે. મંત્રીએ કહ્યું કે કાર્યસ્થળ પર મહિલાઓ માટે હાઈ હીલ સેન્ડલ પહેરવાનો હવે સમાજે સ્વીકાર કરી લીધો છે. એવામાં ઘણા વર્ષો બાદ હવે તેમાં બદલાવ યોગ્ય નથી અને જાપાની મહિલાઓનું ઓફિસમાં હાઈ હીલ સેન્ડલ પહેરવું હવે જરૂરી બની ગયું છે.

જાપાનના સ્વાસ્થ્ય અને શ્રમ મંત્રી તકૌમી નેમેટાનું આ નિવેદન એ અરજી પર આવ્યું છે, જેમાં નોકરિયાત મહિલાઓએ જાપાન સરકારને કાર્યસ્થળ પર હાઈ હીલ સેન્ડલ પહેરવા પર પાબંધીને લાવવાની માગ કરી હતી. કાર્યસ્થળ પર હાઈ હીલ સેન્ડલ વિરુદ્ધ 4 જુન સુધી આશરે 19 હજાર લોકોએ આ અરજી પર પોતાના હસ્તાક્ષર કર્યા છે, જેમાં માગ કરવામાં આવી છે કે, ઓફિસોમાં ડ્રેસ કોડના નામ પર મહિલાઓને હાઈ હીલ સેન્ડલ પહેરવા માટે દબાણ ન કરવામાં આવે. આ અરજી શ્રમ મંત્રાલયને સોંપવામાં આવી છે. જોકે, શ્રમ મંત્રીની વિચારસરણી અરજી કરનારાઓ કરતા અલગ છે.

આ માગણી સૌથી પહેલા જાપાનની અભિનેત્રી, લેખિકા અને મહિલા અધિકારો માટે કામ કરનારી યૂમી ઈસિકવાએ સોશિયલ મીડિયા પર ઉઠાવી હતી. તેની આ માગના સમર્થનમાં 67 હજાર લોકોએ તેની ટ્વિટને લાઈક કરી, જ્યારે આશરે 30 હજાર લોકોએ તેને રિટ્વિટ કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp